________________
૧૮૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
180 સ્વચ્છંદતા બાળવા માટે દીક્ષા એ અગ્નિકુંડ જ છે, એમ કહેવામાં કશી જે હરકત નથી. જો ઇંદ્રિયોની સ્વચ્છંદતા બાળવાનો ગુણ એ દીક્ષામાં ન હોય, એ સ્વચ્છંદતા બાળવા માટે દીક્ષા એ અગ્નિની વેદી ન હોય, તો એ મોક્ષ કેમ આપે ? ઇંદ્રિયોના વિષયો એમાં સળગી જતા ન હોય, તો એ મોક્ષ કેવી રીતે
આપે ?
ઇંદ્રિયોની ઉશ્રુંખલવૃત્તિને તથા-અનાદિકાળથી આત્માને લાગેલાં કર્મોને બાળવા માટે જ તો દીક્ષા છે ! કર્મરૂપી કાષ્ઠને માટે દીક્ષા એ પાણીનો કુંડ નથી, પણ અગ્નિનો જ કુંડ છે. એની ગરમીના તાપથી કર્મકાષ્ઠ બળીને ખાખ થઈ જાય છે. માટીમાં ભળેલા સોનાને છુટું પાડવું હોય, તો અગ્નિમાં નાખવું પડે; માટીની સાથે એકમેક થયેલું સોનું પાણીના ઉપચારથી ન નીકળે, અગ્નિથી જ નીકળે, પાણી તો ઉપરનો મેલ કાઢે, પણ અંદરના મેલને તો ખાર અગર અગ્નિ જ કાઢે. જેને પોતાના કર્મરૂપ આંતરમળને બાળી શુદ્ધ થવું હોય, તેને માટે જ દીક્ષા કામની છે. જેને મળમાં જ સડ્યા કરવું હોય, એને માટે દીક્ષા કામની નથી.
પ્રશમ ગુણવાળો દુનિયાની સંપત્તિ કે આપત્તિમાં મૂંઝાય નહિ, જેને દુનિયાની સંપત્તિ કે આપત્તિ મૂંઝવે, તે પ્રભુના માર્ગમાં ટકી શકે નહિ એ તો ચળ-વિચળ જ થાય. સંપત્તિ કે આપત્તિમાં શ્રી અરિહંતદેવનું ધ્યાન કોણ કરે ? જે સંપત્તિ તથા આપત્તિ ન ગણકારે તે. સંઘ તે કહેવાય કે જે દરેક ક્રિયામાં આ મુદ્દાને ન ભૂલે. જે આપત્તિ-સંપત્તિને પોતાની ન માને, તે પ્રભુમાર્ગમાં સ્થિર રહી શકે; આપત્તિ કે સંપત્તિને તે કર્મક્ષયનું કારણ બનાવે. સારી વસ્તુ પણ અધમ આત્માને ખટકે જ !
દુનિયા ગમે તેટલી આકળ–વિકળ થાય, તોય સૂર્ય તો તપે. મધ્યાન કાળનો સૂર્ય રાજા કે ચમરબંધીની પણ શરમ ન રાખે, તથા એક પણ ગ્રહની દયા ન ખાય. સૂર્ય જન્મે એટલે બધા ગ્રહો આપોઆપ અદશ્ય થઈ જાય. સૂર્યની સામે આંખો કાઢીને કોઈ જોઈ શકે જ નહિ. જો કોઈ હઠ કરીને એની સામે જોયા કરે, તો ક્ષણવારમાં તે જોનારની આંખમાંથી પાણી નીકળે. એની સામે જે ધૂળ ઉડાડે એના પોતાના ઉપર જ એ ધૂળ પડે. એ તો દરેકને પ્રકાશ આપે, ચોરને પણ ન આપે એમ નહિ. બીજાનો માલ ઉપાડવાની વૃત્તિવાળા ચોરને સૂર્યનો પ્રકાશ ન ગમે એ વાત જુદી, પણ એ તો બધા જ સ્થાનમાં પ્રકાશ નાખે. સૂર્યના તાપથી અનેકને મૂંઝવણ થાય તો પણ એ તો એના સ્થાને જ રહે; સજ્જન અને દુર્જન ઉભયને પણ સરખો પ્રકાશ આપે. સૂર્યના તાપ વિના અનાજ ન પાકે અને વ્યવહાર પણ ન ચાલે; કેમ કે-અંધારાનો નાશ એ કરે છે