________________
૨૦: ત્યારે મોન કેમ રહેવાય ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૩, શુક્રવાર, તા. ૩-૧-૧૯૩૦
120
• આત્માના વૈરી ન બનો ! • તદ્દન નિર્માલ્ય બને કેમ ચાલે ? • ઉપેક્ષા કરીને વિરાધક ન બનો! • મૌન કેમ જ રહેવાય?
આત્માના વૈરી ન બનો !
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની સ્તવના કરતાં, નગર આદિનાં રૂપકોથી સ્તવના કર્યા બાદ હવે સાગરના રૂપકથી સ્તવના કરે છે. જેમ સાગર અક્ષોભ્ય અને વિસ્તીર્ણ હોય છે. તેમ શ્રીસંઘરૂપ સાગર પણ ગમે તેવા ઉપસર્ગો અને પરિષહોથી અક્ષોભ્ય અને વિસ્તીર્ણ હોય છે. અક્ષુબ્ધ અને વિસ્તીર્ણ સાગરમાં જેમ વેલાઓ પ્રતિદિન વૃદ્ધિ પામતા હોય છે. વળી જેમ તેમાં મગર આદિ જલજંતુઓ કાયમ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ધૃતિરૂપ વેલાઓ અને સ્વાધ્યાયરૂપી મગર આદિ જલજંતુઓ કાયમ ખાતે ચાલુ હોય છે. '. મૂળગુણો તથા ઉત્તરગુણોને અવલંબીને પ્રતિદિન વૃદ્ધિ પામતો આત્માનો પરિણામ તે ધૃતિ. જેમ જેમ દિવસ જાય તેમ તેમ શ્રીસંઘરૂપ સાગરની, મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામની ધારારૂપ વેલાઓ વધતા જ જાય. જો તે ન વધે તો દિવસે-દિવસે એ ગુણો ખવાઈ જાય. • સારી ચીજનું રક્ષણ તો જ થાય, જો તેના પ્રત્યેની સદ્ભાવના પ્રતિદિન વધે !મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યેની પરિણામધારા ન વધે તો જરૂર એ ગુણો ખવાઈ જાય, કેમ કે, એને ફરતી સંસારની વિષમ વાળાઓ સળગ્યા જ કરે છે; કામ-ક્રોધાદિનું જોર વ્યાપેલું છે; સંસારના પદાર્થોની છાયા પાસે જ રહેલી છે. મૂળગુણો તથા ઉત્તરગુણો ટકાવવા હોય, તો પ્રયત્ન વિના છૂટકો જ નથી. ઉત્તરગુણોથી મૂળગુણની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે, અને મૂળગુણોથી આત્માનું સ્વરૂપ વિકસિત થાય છે.
આત્માનું સ્વરૂપ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય તથા અનંત સુખ છે. જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ શુદ્ધ છે, એવું જ આત્માનું સ્વરૂપ શુદ્ધ છે,