________________
૪૦૯
409 – ૩૨ : સમકિત-દૂષણ પરિહરો ! - 32 - જ્ઞાનીને પણ કહેવા યોગ્ય પદાર્થો કરતાં નહિ કહેવા યોગ્ય પદાર્થો અનંતગુણા છે. અનંત આંકડા ગણવા આયુષ્ય કેટલું જોઈએ ? એક, બે, એમ આંકડા ક્રમસર ગણાય ને ? એક મિનિટમાં સાઠ શબ્દ બોલે, બહુ ઝડપ હોય તો સો બોલે, ચૌદપૂર્વી ઘણા બોલે, પણ કેટલા ? અક્ષર એક અને અર્થ અનંતા ! આ એક ગાથા કેવળજ્ઞાની કહેવા બેસે, તો જિંદગીઓ પૂરી થાય; કારણ કે, અનંત જ્ઞાનીની સીમા નથી બાંધી શકતી. વસ્તુ હોય પણ વાણીના વિષયમાં ન આવે, એ કહેવાય શી રીતે ?
એ લોકો કહે છે કે, “અનંતજ્ઞાની તે કહેવાય કે, જે બધું મોઢે કહી બતાવે!” કહું છું કે, “બધું કહી બતાવવાનો ડોળ કરે, એ તો મહાઅજ્ઞાની !” અનંતજ્ઞાની તો કહે છે કે, “વાણીમાં ન આવે તેવું હોય તેને કહેવાય જ નહિ.' વાણીમાં આવે તેમાં પણ જે યોગ્ય હોય તે કહીને એ ઉપકાર કરે.
શાસ્ત્ર કહે છે કે, જેમ જ્ઞાન વધે તેમ વાણી ઉપર અંકુશ આવે. જ્ઞાનીઓ કાંઈ અગડ-બગડવાદીની માફક ઓછા જ ગમે તેમ બોલે ? એલ-ફેલ કોણ લવે ? જે ઉન્મત્ત હોય તે જ; સમજદાર તો ગણી ગણીને બોલે. મનફાવતું તો બધા લવે, પણ એ કાંઈ જ્ઞાની નથી. અનંતજ્ઞાનીના જ્ઞાનમાં આવતી વસ્તુ શબ્દથી કહેવાય શી રીતે ? શ્રી અરિહંતદેવનું પૂરું સ્વરૂપ કોઈ કહી શકે ? નહિ જ, કારણ કે, જેના ગુણ ગણી જ ન શકાય, તે કહેવાય પણ શી રીતે ? • તમે સાંભળ્યું છે ને કે, જે લોકો ભગવાન શ્રી મહાવીરદેવને દર્શનવંદન કરીને આવ્યા, તેમને શ્રી ઇંદ્રભૂતિજીએ પૂછ્યું કે, “મહાવીર કેવા છે?” ત્યારે એ લોકોએ શું કહ્યું હતું ? એ વાત શ્રી કલ્પસૂત્રમાં આવે છે, પણ યાદ રાખો તો ને ? એ લોકોએ શ્રી ઇંદ્રભૂતિજીને કહ્યું છે કે -
यदि त्रिकोली गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परार्थं गणितं यदि स्यात्.
गमेयनिःशेषगुणोऽपि स स्यात् ।।१।। જો ત્રણેય લોક, તે પરમપુરુષના ગુણો ગણવામાં તત્પર થાય, ગુણ ગણવામાં તત્પર થયેલ તે ત્રણેય લોકનું આયુષ્ય જો પૂર્ણ ન થાય અને ગણિત જો પરાર્ધથીય અધિક હોય, તો જ તે પરમ તારકના સઘળાય ગુણો ગણી શકાય તેમ છે; અર્થાત્ એ પરમ તારકના તે ગુણો કોઈથી કોઈપણ રીતે ગણી શકાય તેમ નથી, કારણ કે, નથી તો કોઈ અનંત આયુષ્યને ધરનાર કે નથી તો તે ગુણો ગણવા માટેનું ગણિત !'