________________
અણસાર આવી શકે તે માટે યાદ કરી છે. શાસ્ત્રનો પડછાયો પણ લીધા વિના પાછળ ‘સંઘ’ શબ્દ લગાડી મનસ્વી ફતવાઓ બહાર પાડનારા એ વર્ગે ‘આ સંઘની આજ્ઞા છે, સાધુએ પણ સંઘની આજ્ઞા માનવી જ જોઈએ' આવો જોરશોરથી પ્રચાર કરેલો. તે સમયે મુનિ રામવિજયજી મહારાજે શ્રી તીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલો તીર્થ સ્વરૂપ સંઘ કેવો હોય તેનો સાચો પરિચય આપવા માટે શ્રીનંદીસૂત્ર નામના આગમની પ્રારંભની ગાથાઓમાં સંઘને જુદી જુદી ઉપમાઓથી નવાજી પ્રભુએ સ્થાપેલો સંઘ કેવો ઉત્તમ અને આદરણીય છે તેનું વર્ણન કરતા શ્લોકો લઈ જિનાજ્ઞાપ્રેમી સંઘનું અદ્ભુત વર્ણન કરેલું. આ ગુણોથી તદ્દન વિરુદ્ધ ચાલનારો સંઘ કદી આદરણીય ન બની શકે, એ વાત પણ ભારપૂર્વક જણાવી. આ સમયે તત્કાલીન સળગતા ઘણા બધા પ્રશ્નોનો શાસ્ત્રીય અને સચોટ ઉકેલ આ પ્રવચનોમાં દર્શાવ્યો છે.
આ પ્રવચનોમાં તમને ક્યાંક વેદનાથી વલવલતી ઊંડી ચીસ સંભળાશે. પણ એ સાપ સાથે ખેલ ક૨વા ધસી જનારા બાળકને અટકાવવા તેની વહાલસોયી માએ પાડેલી ચીસ જેવી છે. ક્યાંક તમને ધગધગતા શબ્દોનો મારો થયેલો જણાશે. પણ એ શાસન રૂપી કિલ્લાની સુરક્ષા માટે રચેલી અગ્નિખાઈ સમજજો. ક્યાંક થથરાવી નાંખે તેવી સિંહગર્જના કાને પડશે. પણ એ તો શાસન વિદ્રોહીને ત્યાં ને ત્યાં થંભાવી દેવા માટે છે. આ બધામાં પણ શબ્દે શબ્દે જે ભાવકરુણાનો ધોધ વહે છે એ જ તો આ પ્રવચનનો પ્રાણ છે. એકલો આવેશ, આક્રોશ, અકળામણ કે ત્રાડ પ્રશંસનીય નથી. જીવમાત્રના હિતની ચિંતાથી સંકલિત હોય તો જ આ બધાની પ્રશંસા થાય.
સૈકાઓ પહેલાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘સંઘ' શબ્દનો દુરુપયોગ કરનારાઓની ખબર લઈ નાંખતાં ‘જિનાજ્ઞાથી યુક્ત હોય તે જ સંઘ છે, જિનાજ્ઞાભંજકો સંઘ ન કહેવાય પણ હાડકાનો ઢગલો કહેવાય’ આવી બુલંદ ઘોષણા કરી
હતી.
LIGHT
SIC PUT
આજે સૈકાઓ બાદ મુઠીભર હાડકાના સ્વામી મુનિ રામવિજયજી મહારાજે એ જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં વચનોને દોહરાવી દોહરાવીને ‘શ્રી નંદીસૂત્ર’ તેમજ ‘શ્રી સંબોધ પ્રકરણ'ના શ્લોકોના સહારે, ‘સંઘ' શબ્દના ઓઠા હેઠળ શાસ્ત્ર-સિદ્ધાંતોને છિન્નભિન્ન કરવા મેદાને પડેલાઓ સામે જે સિંહગર્જના કરી છે તે આગામી સદીઓ સુધી સંભળાતી રહેશે. આ બંને મહાપુરુષોની સદીઓના ખૂબ મોટા અંતર સાથેની સંઘ શબ્દના દુરુપયોગ સામેની લડત એક અદ્ભુત જુગલબંધીરૂપે ઇતિહાસની અમર કહાની બની છે. શાસ્ત્રનાં વચનો દ્વારા જેનો શ્રમણ દેહ સર્જાયો હોય તેઓમાં જ આવું ખમીર પ્રગટે છે. PIS
શ્રી ઉપમિતિભવ પ્રપંચા કથા, શ્રી ઉપદેશમાલા વગેરે ગ્રંથો માટે એવું કહેવાય છે કે, એના વાંચન પછી કે શ્રવણ પછી પણ જો હૃદયમાં સંવેગ-મોક્ષનો અભિલાષ ન પ્રગટે તો સમજવું કે હજી જીવ ભારે કર્મી છે. The far-h Jab ibus frsey Berk & ine
ન
૧૧