________________
381 - ૩૦ : મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાન વચ્ચેનું અંતર - 30 – ૩૮૧
આથી જ અનંતજ્ઞાનીઓની વાતોમાં બહુમતીની વાત કરવી એ જ બેવકૂફી, બાકી અજ્ઞાની દુનિયાનો તો કાયદો કે, કોઈ દોરનાર જોઈએ પછી જેમ ઢસડે તેમ ઢસડાય. તમે કહો છો ને કે, “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલે ચાહિયે.' સાધુની સંમતિ શામાં હોય ?
ખ્યાલમાં રાખજો કે, આ શ્રીસંઘનું વર્ણન ચાલે છે. જે શ્રીસંઘને નગર વગેરેની ઉપમાથી સૂત્રકાર પરમર્ષિ તવી ગયા અને હવે મેરૂની ઉપમાથી સ્તવે છે. મેરૂની વજમયી પીઠ ન ભેદાય તેવી છે, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ પ્રભુના સ્થાપેલા શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજમયી પીઠ દિઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ.
સમ્યગ્દર્શન એ ધર્મરૂપ પ્રાસાદનો પાયો છે, મૂળ અને ઉત્તરગુણોનું નિધાન છે, ધર્મપુરમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. ભયંકર સંસારની ભીતિ ઊપજ્યા પછી પહેલું દાન, બોધિ એટલે સમ્યગ્દર્શનનું થાય છે. પછી એ બધા ધર્મ તરફ ખેંચાય છે. જેને સંસાર બૂરો લાગે અને બોધિ મળે, તેને સંસાર છોડવાનું મન તો હોય જ ! વિગઈ વિકાર કરનાર છે, વિષયો ખરાબ છે, એ બધું સહેજે સહેજે સમજી જાય. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાને સંસાર ખોટો છે એવો ખ્યાલ તો સામાન્ય રીતે હોય જ, કારણ કે, પારણામાં ગીત જ એનાં ગવાય. આજે શાનાં ગવાય ? જો તમારા ઘરનો નોકર પાપને પાપ ન સમજે,
તો કોના ઘરનો નોકર સમજે ? . . દુનિયાને છે જીવનિકાયની રક્ષા શ્રાવક ન સમજાવે તો કોણ સમજાવે ? - શ્રાવકનાં ઘર, પાણિયારાં, રસોડાં, બોલચાલ, રીતભાત વગેરે તો એવાં હોય
કે, જૈનેતરને પણ એમ થાય કે, ઘર તો આ ! ધર્મનિવાસનું સ્થાન તો આ !! . શ્રાવક તો પાપને નિંદે અને ગર્લ્ડ, પાપથી પાછા હઠવા માટે પાપને નિંદવું પડે,
ગુરુઓ સમક્ષ હૃદયના એકરારપૂર્વક એની ગર્તા કરવી પડે અને પાપવિશિષ્ટ આત્માનો ત્યાગ કરવો પડે.
ધર્મી માત્ર પાપના વિચારોનો ત્યાગ કરવા પ્રયત્નો કરવો પડે અને પાપને ખોટું સમજવું પડે. આજે પાપ ખોટું છે, એ પણ તમને સમજાવવું પડે અને તમારે સમજવું પડે, એ ઓછી શરમની વાત છે ? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં પાપ છે, એમ જૈનોને સમજાવવું પડે ? શ્રાવક અઢારે પાપસ્થાનકમાંથી એકને પણ પુણ્ય કહે ખરો ? પાપ કરું તો શું વાંધો છે ?' એમ શ્રાવક સાધુને પૂછે? મૂંઝાયેલો પણ જૈન પાપ કરવામાં શું વાંધો છે?' એમ કદી પૂછે ? આ