________________
૩૮૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ –
380 જ છે. “પકડાયા તો મૂઆએમ જાણવા છતાં, એ દોષો કાયમ સેવાતા આપણે દેખીએ છીએ.
જ્ઞાની પુરુષો કહે કે, “પાપ કરાય તો મરી જવાય ! અને અજ્ઞાનીઓ કહે કે, “પાપ વિના જિવાય કેમ ?' હવે મત લો ! કોના મત વધશે ? સત્ય જગ્યું હોય તો જ અજ્ઞાનીઓના કથનમાં મત નહિ આપે. શરમથી આ તરફ જેઓ મત આપે તે વાત જુદી, પણ એમનું હૃદય તો કહે કે, “પાપ વિના ચાલે ?' આથી જ . જ્ઞાનીઓએ જોયેલી વાતમાં દુનિયાની બહુમતી ચાલી શકે જ નહિ.” એકૅન્દ્રિયાદિકથી પંચેન્દ્રિય થોડા, તેમાં પણ મનુષ્યો થોડા, તેમાં પણ અનાર્ય ઘણા અને આર્ય થોડા, આર્ય કુલમાં જન્મ્યા છતાં પણ આર્ય આચારના પ્રેમી થોડા, એના - કરતાં પણ આર્ય આચારોના સ્વીકારનાર થોડા, એનાથી પણ પાળનાર થોડા અને પાળનાર કરતાંયે પરિણત જન બહુ જ થોડા ! આથી જ દુનિયાના પંથમાં ઘણા હોય; પાપના સહાયક-પ્રશંસક ઘણા હોય એમાં નવાઈ નથી.
સંસારને છોડવો જોઈએ, એવું હૃદયપૂર્વક કહેનારા કેટલા નીકળશે ? સંસારને ટકાવવાની વાત કહેનારા નીકળશે પણ છોડવાનું કહેનારા કેટલા ? આજે સાચા સાધુઓ સામે આક્રમણ તો એ જ છે, નહિ તો સાધુઓએ કોઈનું બગાડ્યું નથી. કહે છે કે, “તમે ભલે છોડ્યું પણ બીજાને છોડવાનું કેમ કહો છો ?' જૈનશાસનમાં જન્મેલા પણ આવી બૂમરાણ કરે છે; આથી જ આમાં તો થોડા જ મત રહેવાના. આટલા પણ મત છે, એ સદ્ભાગ્ય; આટલા પણ આવે, એ નવાઈ. ન આવે એ નવાઈ નથી. સંસારને ખોટો ન માને એ મિથ્યાદૃષ્ટિ, આથી જેને સંસાર ખોટો ન લાગે, તેના મત લેવાના હોય જ નહિ.
મારી ચેલેન્જ છે કે, જે આ વાત ન સ્વીકારે તે સંસારને સારો અને સુખમય સાબિત કરી બતાવે અને પછી મત આપે. અમે તો કહીએ છીએ કે, નારકી તથા તિર્યંચ ગતિ મોટી છે. એમાં પ્રાયઃ બધા જ જીવો દુઃખી છે, પ્રાયઃસુખી કોઈ નથી, મનુષ્યમાં એથી થોડા જીવો, એમાં પણ સુખી કોણ ? આ બધું દલીલથી કબૂલ કરાવી શકાય તેમ છે. છતાં સીધું કબૂલ નહિ કરે, પણ એક પછી એક ખાનગીમાં વાત કરો, તો તરત કહેશે કે, “દુ:ખી છીએ.”
૧. થોડા આર્ય અનાર્ય જ નથી. જૈન આર્યમાં થોડા રે; તેમાં પણ પરિણત જન થોડા શ્રમણ અલપ બહુ મુંડા રે ૯ જિન
- શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂ૫ ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-૧. स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि । સુશ્રદ્ધાન્તર્વાપિ તા: સ્તોત્તેધ્વતિ સન્નિયાઃ || - યોગવિંશિકા ટીકાન્તર્ગત