________________
215 - ૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18 – ૨૧૫ કરીને યથેચ્છપણે આગમનું અધ્યયન શી રીતે પચે ? આ આગમ તો મહારસાયણ છે; તેને તો યોગ્ય હોય તે જ પચાવી શકે. જે સંસારમાં મહાલતો હોય, ઘરમાં લેપાયેલો હોય, ચોવીસે કલાક વેપારથી વીંટાયેલો હોય, પૈસાપૈસા ને પૈસાની જ જપમાળા ફેરવતો હોય, પૈસા માટે કંક જાતના ચાળા કરતાં પણ અચકાતો ન હોય, અને વિષયોની પાછળ પાગલ બનીને ફરતો હોય, તેને આગમોનું વાંચન શી રીતે ફળે ?
સભા: આજે તો તરજુમા પણ કરે છે ! તરજુમા પણ પૈસા માટે ! કારણ કે, એ તો એવાઓનો વેપાર થઈ પડ્યો છે.
અવિધિથી આગમ ભણેલાઓ આજે પાગલ બની શાસ્ત્રની વાતોનો અને શાસ્ત્રોનો નાશ કરવાનું કહેવા બહાર પડ્યા છે. જે વસ્તુનો સ્વીકાર કરવો હોય, તે પહેલાં પોતાની જાતની યોગ્યતા તપાસવી જોઈએ. દરિદ્રને એક સાથે લાખ-બે લાખ ન અપાય; આપે તો તે પ્રાય: ગાંડો થાય. રોગી પથારીમાંથી ઊઠે ત્યારે ભૂખ તો ખૂબ લાગે, પણ દૂધપાક આદિ ભારે પદાર્થો ન અપાય; ઊલટું કહેવું પડે કે – “વસ્તુઓ તો ઘણી છે, પણ હાલમાં જીભ ઉપર કાબૂ રાખો, નહિ તો ફરીથી બીમાર પડી જશો.” તો આ આગમોના પ્રણેતા તો વીતરાગ અને સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવ છે. તે અયોગ્યને આગમો આપવાની આજ્ઞા કેમ જ કરે ? નિરંતર સદૂગુરુઓની સેવામાં રહીને આગમ સાંભળવાની આજ્ઞા તો સદાને માટે આપી છે, પણ આરંભ, સમારંભ અને પરિગ્રહ રૂ૫ રોગોથી પીડાર્તાઓને સ્વતંત્રપણે આગમ વાંચવાની છૂટ એ ઉપકારીઓ કેમ જ આપે ? આપે તો જરૂર તેઓને સન્નિપાત જ થાય અને એ આજ્ઞાનો ભંગ કરી સ્વતંત્રપણે આગમોનો ઉપયોગ કરનારાઓને સન્નિપાત થયો છે, એ વાત આજે આપણને સાક્ષાત્ છે. પથારીમાં પડેલાને દૂધપાક આપવાથી પરિણામે સન્નિપાત થાય. એમાં કયો ડાહ્યો માણસ શંકા કરે ? “જ્યાં ત્યાં જમીન બગાડે એવું જેનું સ્વાચ્ય હોય તે વહાલામાં વહાલો હોય તો પણ તેને તો દૂધપાક ન જ અપાય; અને પોતાને ખાવો પડે તેમ હોય તો એને આપ્યા વિના એકલા ખવાય. પણ આ બધી વાતો એ ગાંડાઓને સમજવી છે ક્યાં ?
જો આગમો છૂપાવવાં જ હોત, તો શ્રી ગણધરદેવો રચત જ શા માટે ? અને છેલ્લે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજી એ આગમોને ગ્રંથારૂઢ શા માટે કરત ? અને અનેક મહર્ષિઓ આગામોમાંથી ઉદ્ધરી ઉદ્ધરીને અનેક વિષયક પ્રકરણો શું કામ રચત ? આથી સિદ્ધ જ છે કે – આપવાજોગું આપ્યું જ છે અને યોગ્યતા મુજબ જ આપવાનું વિધાન પણ કર્યું જ છે. આવા મહાત્માઓને ઇંદ્રજાળિયા