________________
૨૧૬
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કહેવા અને શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી બાળી નાખવાની વાતો કરવી – એ કેટલી અધમતા છે એ વિચારો ! મહાપુરુષના નામે ઠગબાજી!
યોગ્યતા વિના આગમનો અધિકાર ન જ હોય ! ઉપકારી પુરુષોએ તો સાધુઓને પણ તરત અધિકાર નથી આપ્યો;તેઓથી પણ *અમુક દીક્ષાપર્યાય પછી, અમુક તપ કર્યા બાદ અને પરિણામમાં સ્થિરતા આવ્યા પછી જ વાંચી શકાય છે, તો પછી ગૃહસ્થને તો અધિકાર હોય જ ક્યાંથી ?પણ આ બધું સમજવાની કાળજી નહિ કરનારાઓ અને યથેચ્છપણે પરમ ઉપકારી જ્ઞાની મહાપુરુષોને ‘ઇંદ્રજાળિયા, અહમિંદ્રો અને અંગારા' વગેરે વગેરે વિશેષણોથી નવાજનારાઓ તથા શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી ભસ્મીભૂત કરવાની વાતો કરનારા, પાછી પોતાની વાતોની પુષ્ટિ માટે આ વીસમી સદીમાં પરમપ્રભાવક તરીકે વિશ્વવિદ્યુત પ્રસિદ્ધિને પામેલા, પ્રાત:સ્મરણીય, પૂજ્યપાદ પરમ ગુરુદેવ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજાના નામનો પણ આશરો લેવાનો દાવો કરે છે !ખરેખર, આ દાવો તેમની જાતને વધુ કલંકિત કરે છે, કારણ કે-તેમ કરીને તેઓ એક પુણ્યપુરુષની ઘોર આશાતના કરે છે. + સાધુ ભગવંતો કેટલા વર્ષના પર્યાય બાદ કયાં કયાં આગમ વાંચી શકે તેની નોંધ.
गुरुणावि सुत्तदाणं विहिणा जोग्गाण चेव कायव्वं । सुत्ताणुसारओ खलु, सिद्धायरिया इहाहरणं ।। २९ ।। सूत्रानुसारश्चायम्: - तिवरिसपरियागस्स उ, आचारपकप्पनाम अज्झयणं । चउवरिसस्स उ सम्मं, सूयगडं नाम अंगंति ।।१।। दसकपपब्ववहारा, सं वच्छरपणगदिक्खियस्सेवा । ठाणं समवाओ च्चिय, दो अंगे अटूवरिसस्स ।।२।। दस वासस्स विवाहो, एक्कारसवासयस्स उ इमे उ । खुड्रिडयविमाणमाई, अज्झयणा पंच नायव्वा ।।३।। बारसवासस्स तहा, अरुणुववायइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुयाइया चउरो ।।४।। चोदसवासस्स तहा, आसीविसभावणं जिणा बिंति । पत्ररसवासगस्स य, दिट्ठीविसभावणं तह य ।।५।। सोलसवासाईसु य, एगुत्तरवढिएसु जहसंखं । चारणभावण-महासुविणभावणा तेयग्गिनिसग्गा ।।६।। एगूणवासगस्स उ दिहिवाओ दुवालसममंगं । संपुत्रवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ।।७।। इति श्रमणीस्त प्रतीत्याऽकालचारित्वादिपरिहारलक्षणः सूत्रानुसारः ।
- ઉપદેશ-ભાગ-૧ - વ્યવહારભાષ્ય