________________
315 – ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૧૫ શીલરક્ષણ માટે, બચવા માટે અંતે આ રસ્તો લેવાની પણ છૂટ છે. * એ જ રીતે આત્મધર્મનો નાશ કરાય, પોતાને ને બીજાને તરવાનાં સાધનો ડુબાવાય, ત્યારે મૌન કેમ રહેવાય ? એ વખતે જે ઉપાયો હિતબુદ્ધિથી યોજવા પડે તે યોજાય. અહીં જાતનો બચાવ નહિ. સરકારે તો જાતના બચાવની પણ છૂટ આપી, પણ જૈનદર્શન તો તેની ના કહે છે. જૈનદર્શન કહે છે કે, જાતના બચાવ માટે જેટલા ઉપાય થાય તેમાં કાંઈ ને કાંઈ પાપ તો છે જ, એ તો સહજ જ કરાય અને જાતનું બલિદાન દેવાય, પણ જો ધર્મ પર આક્રમણ આવે તો મૌન ન રહેવાય, હિતબુદ્ધિથી બધા જ યોગ્ય ઉપાયો લેવાય. આ તો આત્માના ધર્મની વાત છે. આ ધર્મમાં તો આત્માનું કલ્યાણ છે. આ ધર્મમાર્ગની રક્ષામાં તો અનેક આત્માઓ ઉપર ઉપકાર થાય છે, દુનિયાની સત્તા કરતાં આ ધર્મસત્તા ઊંચી છે. જેટલી સત્તા ઊંચી તેટલું ધ્યેય પણ ઊંચું અને એટલી જ સાચવવાની જરૂરિયાત પણ વધારે ! શ્રી સંઘરૂપ મેરૂની પીઠ કઈ?
હવે આપણે એ જોવું છે કે, શ્રીસંઘરૂપ મેરૂની પીઠ કઈ છે; શ્રીમેરૂની પીઠ વજયી, દૃઢ, રૂઢ; ગાઢ અને અવગાઢ છે, એવી પીઠ અહીં છે. એટલે એ કદી ન કંપે તેવી છે, માટે એ મેરૂપર્વત સદા સ્થિર છે અને સદા સ્થિર રહેવાનો. કલ્પાન્ત કાળના પવનમાં પણ એ કંપે જ નહિ.
એ ક્ષેત્રમાં કાળ પણ એક સરખો જ છે. યુગલીયાનાં ક્ષેત્રોમાં કોઈ ઠેકાણે પહેલો આરો, તો કોઈ ઠેકાણે બીજો, તો કોઈ ઠેકાણે ત્રીજો આરો, પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા ચોથો આરો છે. મેરૂ જ્યાં છે ત્યાં કાળ એક સરખો જે છે. આરાના ફેરફાર તો ભરત તથા ઐરવત ક્ષેત્રમાં છે. એ બધી ફેરફારની ધમાલ અહીં છે. અહીં ઉત્પન્ન થયેલા જીવો અમુક કાળે જ મુક્તિને પામે, અમુક - કાળમાં મુક્તિ અહીં હોય જ નહિ, એવી યોગ્યતાવાળા એ જીવો છે.
- શ્રીસંઘરૂપ મેરૂની સ્થિતિનો બધો જ આધાર પીઠ ઉપર છે. પીઠ ઢીલી તો બધું જ ઢીલું. એ કારણે પીઠ ઢીલી ન પડે એ માટે ફરજ સમજાવું છું. અવસરે ઉગ્રતા બતાવવામાં પણ હેતુ ફક્ત પીઠ મજબૂત કરવાનો છે. તમે રાજી રહો તો સારું, પણ આને ગુમાવીને તમને રાજી કરવા અમે ઇચ્છતા નથી; અમે આ (આગમ)ના છીએ, તમારા નહિ, અમે તમારા જો હોઈએ તો ગુરુ જ છીએ, પણ બીજા કંઈ નથી; અમારે કામ તો શ્રી જિનેશ્વરદેવોનું જ કરવાનું છે, બાકી તમારી તો રોજ ખામી કાઢવાની, એટલે કે, તમારામાં રહેલી ખામીઓ શોધી