SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 314 છે! મારે એ દશા નથી જોઈતી. આ દશા સુધારવા તમારી પોલ બતાવવી પડે જ ને ? હવે કહે કે, વ્યાખ્યાનમાં કહેવું શું ? સભાઃ રાજા-રાણીની વાત. એ પણ શા માટે ? એ તો જરા સમજો ! કોઈ પૂછે કે, તમારા ત્યાગી શાસ્ત્રકારો રાજા-રાણીને અહીં કેમ લાવ્યા, તો શું કહું ? એવાએ પણ રાજ્ય તજ્યાં, એ વાત સમજાવવી પડે ને ! આ વાત સમજાવીએ તો જ ધ્યેય ફરે ને ? છ ખંડના માલિક ચક્રવર્તીઓ પણ શ્રી જિનેશ્વરદેવ પાસે પોતાના મુગટ ઉતારી ભિક્ષુક બની જતા હતા, એ શ્રી જિનેશ્વરદેવે એમને શું કહ્યું હશે ? આ બધું વિચારીને નક્કી કરો કે, વ્યાખ્યાન શા માટે ? દુનિયામાં ખોટું શું શું છે અને ખોટાની જાળ કેમ અને કોણ બિછાવે છે, એ પણ એમાં જણાવાય કે જેથી કોઈ ફસાય નહિ. સંસાર અસાર છે અને આત્માનું કલ્યાણ રત્નત્રયી સિવાય ચોથા કશાથી નથી, એ કહેવા માટે વ્યાખ્યાન છે. જોઈતી, જરૂરી અને દેખાતી ઉગ્રતા, એ ઉગ્રતા નથી. ખરો ગુસ્સો કરનારથી તરત હસાય નહિ. હું તો ઉગ્રતા પણ દેખાડું ને તરત હસી પણ લઉં! સભાઃ ગુસ્સો થયા પછી વિચારશ્રેણી કાયમ રહે ? ન રહે. ગુસ્સાને વશ થયેલો તો પછી ગમે તેમ બોલે. હું એવો ગુસ્સો ન કરું, હું તો હાથ પણ ઉપાડું અને ફેરવી પણ લઉં ! ઇરાદો કયો ? સભાઃ હાથ ઉપાડો ? અરે ધોલ મારું ! ગભરાઓ છો કેમ ? ગુરુ માનો તો જરૂર જણાયે ધોલ પણ મારું ! સભાઃ ગુરુ માને તેને ને ? ત્યારે બીજાને મરાય ? પોતાના દીકરાને ધોલ મરાય, પારકાને કોણ મારે ? પોતાના દીકરાને જે ધોલ મરાય, ત્યાં ઇરાદો દીકરાને સુધારવાનો છે. ઇરાદો ખરાબ ન જોઈએ. ઇરાદો સુધારવાનો જોઈએ. સુધારવાની બુદ્ધિએ મારવાના કાયદાનો સરકાર પણ ક્યાં ઇન્કાર કરે છે ? પોતાનાં અને પરનાં આક્રમણ ટાળવા માટે, બચાવ માટે બીજો કોઈ રસ્તો ન હોય તો સામાને પ્રહાર ન છૂટકે કરવા પડે, ત્યાં પણ કાયદો શી સજા કરે છે ? હમણાં એક કેસ બન્યો, જે છાપામાં આવી ગયો. એક બાઈએ પોતાનું શીલ બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા; જ્યારે એમાં ન ફાવી ત્યારે એ જીવસટોસટ આવી. કોર્ટે એ બાઈને ધન્યવાદ આપવાપૂર્વક છોડી દીધી અને કહ્યું કે, પોતાના
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy