________________
૬ ઃ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૪, શુક્રવાર, તા. ૨૦-૧૨-૧૯૨૯)
• ધર્મનું સેવન એ જ સાચું સ્વાતંત્ર્ય છે : • મોહનો ગુણ : • તે, સંઘ બહાર :
આજ્ઞારૂપી પડ્યો હોય એ સંઘ : • દીક્ષા કોનાથી છાની અપાય છે ?
ધર્મનું સેવન એ જ સાચું સ્વાતંત્ર્ય છે :
સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગરની તથા ચક્રની ઉપમા આપીને સ્તવના. કરી તે આપણે જોઈ ગયા. સૂત્રકાર મહર્ષિએ વર્ણવ્યા મુજબ નગરરૂપ તથા ચક્રરૂપ શ્રીસંઘને સદા નમસ્કાર હો. હવે સૂત્રકાર મહર્ષિ શ્રી સંઘને રથની ઉપમા આપે છે. રથની ઉપમાનું અવતરણ કરતાં ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજ ફરમાવે છે કે-“શ્રીસંઘ એ માર્ગગામી હોવાથી તેને રથની ઉપમાથી સૂત્રકાર મહર્ષિ સ્તવે છે.”
“જેના ઉપર શીલરૂપી પતાકા ઊડી રહી છે, જે તપ અને નિયમ રૂપી ઘોડાઓથી જોડાયેલો છે અને જેમાં સ્વાધ્યાયરૂપ ભારે પ્રકારનાં વાજિંત્રોનો સુંદર ધ્વનિ થઈ રહ્યો છે, તે ઐશ્વર્યશાલી એવા શ્રીસંઘ રૂ૫ રથનું કલ્યાણ થાઓ !”
શ્રીસંઘ, એ ખરેખર જ, શ્રી જિનેશ્વરદેવે બતાવેલ માર્ગે જ ચાલનાર હોવાથી રથ સમાન છે. એ રથની ઉપર પતાકા તરીકે શીલ શોભે છે, તે રથને ખેંચતા અશ્વ તરીકે તપ અને નિયમ છે અને તેમાં વાજિંત્રોના સુંદર ઘોષ તરીકે સ્વાધ્યાય છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું વાંચન આદિ એ જ સ્વાધ્યાયની કોટિમાં આવે છે. અર્થકામની કે દેશદેશાંતરની વાતો, એ સ્વાધ્યાયમાં નથી આવી શકતી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાચો સ્વાધ્યાય તે છે કે-જેના યોગે સ્વ, પર અને ઉભયનો આત્મા તપ અને નિયમમાં જોડાય. તથા પરિણામે
૧. “મટું સીપાસિયસ, તવ-નિગમતુર ગુસ્સ !
સંઘરદક્સ માવો, સાવન લિસT Tદા”