________________
૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12
કરવા યોગ્ય સુધારા તો જૈનદર્શનમાં સૂચવાયેલા જ છે. તદનુસાર વર્તે તો ભલભલાઓ એ ગૃહસ્થને પણ હાથ જોડે ! અરે, આખું જગત હાથ જોડે !! અને એવા સુયોગ્ય સુધારા કરતા હોય તો એમના સુધારાને કોઈ પણ શા માટે ન આવકારે ? સહુ આવકારે જ.
147
―――――――――――――
૧૪૭
નિમકહલાલ શાસનસેવક
શાસનક્ષાનું કામ તો તદ્દન ખુલ્લું છે : કપટ અને પ્રપંચ વગરનું છે. તેમાં કોઈનું પણ ભૂંડું ઇન્ક્વાનું નથી કે કોઈનું પણ બગાડવાની મનોવૃત્તિ નથી. શાસ્ત્રનરક્ષામાં તો સામાનું પણ ભલું જ ઇચ્છવાનું છે અને – ‘એ પડ઼ા ક્યારે સુઘટે ?' એ જ એક ભાવના રાખવાની છે. આપો તો શુદ્ધ ભાવનાપૂર્વક શાસનરક્ષાના આપણાાથી બની શકે તેટલા સઘળા જ શુદ્ધ અને શક્ય પ્રયત્ન જરા પા ગભરાયા કે અયકાયા વિનાં કરી છૂટવાના છે. શાસન તો પોતાના પરમશુદ્ધ સ્વરૂપથી જ જીવવાનું છે. તે કાંઈ આપા યોગે જ જીવવાનું છે એમ નથી, પણ આપણો જેને પરમશુદ્ધ અને સંસારતારક-માનીએ, તેના ઉપર કમનસીબ આત્માઓ તરફથી આક્રમા આવે, તે સમયે જો આપણે છતી શક્તિએ તે આક્રમણની સામે જબરું બચાવ ન કરીએ, તો એક શાસનના સેવક તરીકેની આપણી ફરજનો આપણે ભંગ જ કર્યો ગાય અને એ રીતે ભંગ કરનારા આપણે આપણા તારક શ્રી જિનેશ્વર દેવના નિમકહલાલ સેવક નહિ, પા નિમકહરામ જ ગડ઼ાઈએ : માટે જ હું કહું છું કે – આપણાથી નભી શકતા સઘળા શુદ્ધ પ્રયત્નો આચરી આપો સ્વામીના નિમકહલાલ સેવકો બનવું જોઈએ.