________________
૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - 21
જેઓ પોતાને શ્રી જિનેશ્વરદેવથી પણ પૂજ્ય માને, તે પોતાના સ્વરૂપને કદી પણ પામે ? પોતાનું સ્વરૂપ તથા હાલત નહિ સમજનાર અને ‘અમે કોણ ?’ નો ફાંકો ધરાવનાર, પોતાનું સ્વરૂપ શી રીતે પામે ? એનામાં મૂળગુણો તથા ઉત્ત૨ગુણો કેમ જ હોય ? જેને જે કળાની આવડત ન હોય ત્યાં તેનું સ્થાન કેમ જ હોય ? શ્રીસંઘસ્વરૂપ બનનારામાં મૂળગુણો તથા ઉત્તરગુણોના પરિણામની ધારા વધવી જોઈએ. સ્વાધ્યાય દ્વારા એ પોતાનું સ્વરૂપ પીછાણે. પોતે કોણ, પોતાનામાં શું હોવું જોઈએ અને શું છે, તે સમજ્યા વિના ‘અમે સંઘ’ એમ કેમ બોલાય ?
243
૨૪૩
ધર્મકથા એ સ્વાધ્યાય છે. કહેનાર પણ સ્વાધ્યાયમાં છે અને સાંભળનાર પણ સ્વાધ્યાયમાં છે. વ્યાખ્યાન, એ પણ સ્વાધ્યાય છે. જે જાણે નહિ. જાણકાર પાસે સાંભળે નહિ, વાચના લે નહિ, વાચના આપી શકે નહિ, સમાધાન લે નહિ કે આપે નહિ, શંકા પડવાથી નિર્ણય માટે ન તો પૂછે, ન તો પૂછવા દે અને પોતાના સ્વરૂપ સંબંધી કશું ચિંતન કરે જ નહિ, તે આત્મા મૂળગુણોને શી રીતે પામી શકે કે ખીલવી શકે ? જેમ જેમ સ્વાધ્યાયયોગ ખીલે, તેમ તેમ મૂળગુણો તથા ઉત્તરગુણો ખીલે અને એ ગુણોને ખીલવવા માટે મન, વચન અને કાયાના યોગો ઉપર કાબૂ કેળવવો પડે છે, એં કેળવાય ક્યારે ? ‘પોતે આવો હોવો જોઈએ અને આવો છે, સ્વરૂપ સુંદર છે પણ કદરૂપું થયું છે. જ્ઞાનવાન છતાં પોતે અજ્ઞાની બન્યો છે, પોતાનાં શક્તિ છતાં એ કશા ઉપયોગમાં નથી આવતી.' આ સમજાય તો મન, વચન અને કાયા ઉપર કાબૂ કેળવાય અને મૂળગુણો તથા ઉત્તરગુણો પ્રત્યે કાળજી થાય.
મૂળગુણો, એ આત્માનું મૂળસ્વરૂપ પ્રકટ કરે છે. અહિંસાગુણ, એ આત્માનું પોતાનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ એવું છે કે, એ કોઈને હાનિ ન કરે, કરે તો લાભ જ કરે. જેવું હોય તેવું હિતકર રીતે પ્રગટ કરવું, તે પણ આત્માનું સ્વરૂપ છે. યથેચ્છ બોલવું, એ તો આત્માનો દુર્ગુણ છે. આત્માની પાસે મિલકત ઘણી છે, આત્મા કાંઈ ભિખારી નથી; એને પારકા ઉપર જીવવું પડે એવી એની સ્થિતિ નથી; એની પાસે જે ખજાનો છે તે પ્રગટ થાય તો એ પરાધીન નથી જ. ‘એને કોઈનું ઝૂંટવી લેવાની જરૂ૨ નથી, છતાં એ પારકું ઝૂંટવી લેતાં કેમ શીખ્યો ?’- આ પ્રશ્નનો એ જ ઉત્તર છે કે, ‘એ બહારનાં પૌલિક સાધનોને પોતાનાં માની, તેની ભેગો ભળી જઈ. પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો છે.’ બેય લોકમાં ઉપયોગી જ્ઞાન કયું ?
જેનાથી યથેચ્છ વર્તન નાશ પામે, પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેનો પ્રેમ પાતળો