________________
૧૫
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
156 આસ્તિક હૃદયને તો પ્રભુપ્રણીત અને પરલોકને સુધારનાર એકેએક અનુષ્ઠાનને જોવાથી આનંદ જ થવો જોઈએ. પણ જે હૃદયને એ અનુષ્ઠાનથી આનંદ નથી થતો તેમજ કેવળ આ લોકની સાધક અને પાપથી ભરેલી ક્રિયાઓ તથા તે ક્રિયાઓને પોષનારી અને ફેલાવનારી પ્રવૃત્તિઓને જોવાથી જ આનંદ થાય છે તે નાસ્તિક છે, એમ સહેજે સમજી શકાય તેમ છે. એક જ ભાવના:
શ્રી જિનેશ્વરદેવના સંઘરૂપી ચંદ્રને ગળી જવા માટે મહેનત કરનારા કાળમુખા રાહુઓ છે, પણ તેઓથી આ શ્રીસંઘરૂ૫ ચંદ્ર કદી પણ પરભવ ન પામે તેવો છે. નાસ્તિકની ફાવટ આ શાસનમાં કદી થાય તેમ નથી, કારણ કેશ્રીસંઘરૂ૫ ચંદ્રની નિર્મળ-સમ્યકત્વરૂપ વિશુદ્ધ-જ્યોન્ના સર્વત્ર પ્રસરેલી છે. એ પ્રકાશમાં નાસ્તિકોની ફાવટ થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ.
શ્રીસંઘરૂપ ચંદ્રનું તપ અને સંયમરૂપ ચિહન છે. નાસ્તિકરૂપી રાહુ એની આસપાસ ફરે છે, છતાં શ્રીસંઘરૂપ ચંદ્ર પરાભવ ન પામે તેવો છે. મિથ્યાત્વરૂપ મળથી રહિત સમ્યગ્દર્શનરૂપી વિશુદ્ધ જ્યોત્નાથી દીપ્તિમાન શ્રીસંઘરૂપ ચંદ્ર સદા જયવંત જ છે. આવા શ્રીસંઘરૂપ ચંદ્રને કોણ ન પૂજે ?
- તમારે અને અમારે એ શ્રીસંઘરૂપ ચંદ્રને ત્રિકાળવંદન કરવું જોઈએ. એવા શ્રીસંઘરૂપ ચંદ્રને તો કમનસીબ હોય તેજ ન પૂજે અને ન વંદે ! નામના સંઘને પૂજવાનું કોઈ કહે તો તે ન જ મનાય. બાકી સૂત્રકાર મહર્ષિએ વર્ણવ્યા મુજબના શ્રીસંઘની તો પૂજા, ભક્તિ અને વૈયાવચ્ચ કરવી જ જોઈએ. એવા શ્રીસંઘની સેવામાં લાખ્ખો સમર્પ કે ખર્ચી દેવાની કે પ્રસંગે ઘરબાર મૂકી એની સેવામાં જીવન પણ સમર્પી દેવાની ભાવના રાખવી જોઈએ અને તૈયારી કર્યા કરવી જોઈએ !
આ જગતમાં જેમ ચંદ્રને પૂજનાર છે, તેમ રાહુને પૂજનાર પણ છે, કારણ કે જેવી યોગ્યતા તેવી સામગ્રી ! દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે જેને અજ્ઞાન લોકો પૂજતા ન હોય, તેમ આવા સર્વોત્તમ શ્રીસંઘરૂપ ચંદ્રનું પણ ગ્રહણ ઇચ્છનાર હોય. ક્યારે ગ્રહણ થાય, અને ક્યારે અમને દાન મળે, એવું ઇચ્છનાર ભિખારીઓ પણ હોય છે. એ જ રીતે માનપાન માટે, રોટલા માટે, પૂજા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટે શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ ઇચ્છનારા હોય. તેઓ એવું ઇચ્છે કે-“એ પ્રસાય તો અમે મરજી મુજબ મહાલીએ.” ખરેખર, અભવ્ય, દુર્ભવ્ય કે ભારેકર્મી ભવ્ય આત્માઓ જ શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ ઇચ્છે છે. જેને સંસારમાં રૂલવું ન હોય, એ રોટલા માટે શ્રીસંઘરૂ૫ ચંદ્રનું ગ્રહણ ન ઇચ્છે. પોતાના