________________
૫૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પામે, ત્યાં સુધી જૈન તરીકે બહાર આવી શકાય નહિ અને જો એને જૈન મનાય તો શાસન ઊંચું મૂકવું પડે. એ લોકો કહે છે કે, ‘હવે લકીરની ફકીરી નહિ ચાલે ! શાસ્ત્રે કહ્યું એ જ સાચું, ‘એમ હવે નહિ મનાય !વિજ્ઞાનીઓની જેમ હવે તો એ વાત અખતરાથી બતાવવી પડશે !' આવું આવું કહેનારાઓની સામે આપણે કહી દેવું જોઈએ કે, દુનિયા ન માને તોય અમે પાપમય અખતરા નહિ જ કરવાના !
514
એ લોકો કહે છે કે, ‘બાવાવાવયં પ્રમાળમ્’નો જમાનો ગયો. દરેક વાત અખતરાથી પુરવાર કરો ! ‘શાસ્ત્રમાં કહ્યું છે તે નહિ ચાલે.' તો હું કહું છું કે, ‘એકવીસ હજાર વર્ષ સુધી શાસન એ જ રીતે અખંડિત ચાલશે, એ નહિં ફરી શકે.' એ લોકો કહે છે કે, ‘શાસ્ત્રની વાતોને અને શાસ્ત્રકારોને માનવાને કંઈ અમે બંધાયેલા નથી, બુદ્ધિ એમના બાપની હતી અને અમારામાં નથી ? અમે જો ન ભણ્યા હોત, શિક્ષણ ન લીધું હોત તો એમને માનત. અમે તો ડિગ્રીધર બન્યા. તો હવે એમને શા માટે માનીએ ? આ જાતની ભાવના જે શિક્ષણના યોગે આવે છે, એ જ શિક્ષણને અમે ઝેર જેવું કહીએ છીએ.
એમને શાસ્ત્રો પણ માન્ય નથી !
સભા એમાં કેટલાક કહે છે કે શાસ્ત્ર માન્ય છે, પણ એના થતા અર્થ માન્ય
નથી.
અરે ! શાસ્ત્રો માન્ય કહે, તો તો ચાર દિવસમાં ફેંસલો થાય, પણ વાસ્તવિક રીતે શાસ્ત્રો જ માન્ય નથી. કાયદો માન્ય રાખીને બેય પાર્ટી ગમે તેમ ખેંચે પણ યોગ્ય સ્થાનેથી સંભળાવી દેવાય કે, કાયદાનો આ જ અર્થ માન્ય છે, એટલે પછી કોઈથી બોલાય જ નહિ; તેમ શાસ્ત્રની એકેએક વાત માનવાનું કહે, તો તો ભાઈચારાની રૂપે એમની સાથે બધી વાત થાય, કેમ કે, શાસ્ત્રને માનનારો મનઃકલ્પિત અર્થની વાત ન કરે. અર્થ માટે વ્યાકરણ, કોષ, ન્યાયની દલીલો જોવી પડે. જુએ અને માન્ય રાખે.
? અમુક
ન્યાય-નીતિનો જાણનાર, વ્યાકરણનો અભ્યાસી, પૂર્વાપર (આગળ પાછળ) વિરોધ ન આવે તેવો અર્થ કરનાર, એનું તો એ માને પંક્તિનો અર્થ ઘટાવવાનું પુછાય પણ ખરું ને ? સામાન્ય સભામાં ગમે તેવો પ્રમુખ ચાલે પણ વસ્તુના નિચોડમાં તો પરીક્ષાથી પસાર કરેલો પ્રમુખ જોઈએ. ગમે તેવાને ન્યાયાસને ન જ બેસાડાય.
સભા પ્રમુખની એવી પસંદગી એમને માન્ય નથી.