________________
07
–– ૨૮ : સર્વશનાં વચનની શ્રદ્ધાવાળો શ્રીસંઘ - 28
–
૩૪૭
સભાઃ શ્રદ્ધામાં ચર્મચક્ષુની જરૂર ખરી ?
આંધળાઓ પણ અનંતજ્ઞાનીના વચન પર વિશ્વાસ રાખી શકે છે. આવા શ્રદ્ધાળુ આત્માઓ મળેલી ચક્ષુઓને પણ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સફળ કરે છે. અનંતજ્ઞાનીઓનાં વચન ઉપર શ્રદ્ધા કેળવવામાં ચર્મચક્ષુની જરૂર પડે જ એવું કશું નથી. આથી તમને કોઈ અંધશ્રદ્ધાળુ કહે તો એને ઊભો રાખવો તથા વચ્ચે ત્રીજા ગૃહસ્થને બોલાવીને કહેવું કે, “જે ભગવાન શ્રી મહાવીરને સર્વજ્ઞા માને છે, તે જ તારકની આજ્ઞા માનનાર અમને એ અંધશ્રદ્ધાળુ કહે છે !' આમ કહેશો કે તરત જ એ ભાગી જશે, ઊભો નહિ રહે, કેમ કે, એ તો આજ્ઞાનો ઉત્થાપક છે.
જો એ “શ્રી મહાવીરદેવ સર્વજ્ઞ નથી' એમ કહે તો વાત જુદી, તો તરત | નિકાલ થાય, કારણ કે, એ જૈન નથી એમ પુરવાર થઈ જાય, પછી કોઈ
એનામાં ફસાય નહિ; પછી તો વગર માગ્યું જૈનપણાનું રાજીનામું મળી જાય. આથી સ્પષ્ટ જ છે કે, અનંતજ્ઞાનીના તથા એમની નિશ્રાએ વર્તતા મહર્ષિઓના વચન મુજબ વર્તનાર, એમાં માનનાર, એ અંધશ્રદ્ધાળુ નથી પણ સાચો શ્રદ્ધાળુ છે એવા શ્રદ્ધાળુ સમજ્યા વગર પણ પ્રભુએ ફરમાવેલી ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરે તો પણ એનો અપૂર્વ લાભ આપે. • નાનું બાળક મા-બાપ જે આપે છે તે સમજ્યા વિના જ ખાય છે, છતાં એ
જીવે છે કે નહિ ? મોટો થયા પછી તપાસીને ખાય પણ નાનપણમાં તો મા-બાપ આપે તે જ તરત મોંમાં નાંખે છે. જોયા તપાસ્યા વગર ખાવું જ. નહિ, એ નિયમ
કરે તો બાળક જીવે ? અને એવા એ બાળકને અંધશ્રદ્ધાળુ કહેવાય ? * . . શિક્ષકનું માન્યું તો પંડિત થયા, પણ પ્રથમથી જ સમજ્યા વગર શિક્ષકનું કહ્યું માને જ નહિ તો ભણી શકાય ? પહેલાં કક્કો, બારાખડી, આંક ભણે, પછી જ પાઠ, હિસાબ આવડે અને પછી ધીમે ધીમે આગળ વધે. જો આ વાત સાચી જ છે, તો આત્મવિકાસ માટે ભગવાને સામાયિક, પૌષધ, ઉજમણું વગેરે વગેરે કરવાની ના પાડી છે, એમ એ લોકો છાતી ઠોકીને કહી શકે તેમ છે ? સભાઃ એ લોકો કહે છે કે, ભગવાને તો બધું સાચું કહ્યું, પણ આચાર્યોએ
ફેરફાર કર્યો હોય તેનું શું થાય ? આવાં ગપ્પાં મારવાં હોય તો તો સહુ મારે, પણ આવાં ગપ્પાંની કિંમત સભ્ય સમાજમાં કશી જ અંકાય તેમ નથી; કારણ કે, જે આચાર્યોએ પ્રાણના ભોગે પણ શાસનની રક્ષા કરી, તે આચાર્યો માટે આવા પ્રકારના આક્ષેપો કરવા-કરાવવા એના જેવી અધમતા બીજી એક પણ નથી. આવી અધમતા સેવનારાઓના