________________
15 - ૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10 – ૧૧૫
શ્રીસંઘ, એ ધર્માત્મા માટે બધી રીતે સહાયક બને. કોઈ ધર્મી બને એને બેફીકર રહેવાનું શ્રીસંઘ કહે, એનાં દેવાં પતાવે, એનાં વૉરંટ-હુકમનામાં વિગેરે છોડાવે અને દુનિયાને જાણવા પણ ન દે. શ્રીસંઘ આ રીતે વર્તે તો કોઈ કાચા પરિણામવાળો હોય તો પણ પાકો થાય, પડતો આત્મા પણ સ્થિર બને અને એને જરૂર એમ લાગે કે-જે ધર્મનો આ પ્રભાવ છે કે-ઇચ્છા માત્રથી બધી આપત્તિ ટળે છે, તો એને એવું તો કયું કલ્યાણ ન થાય? પણ આ થાય ક્યારે ? ઘરમાં બેઠેલા પણ ત્યાગના રંગથી રંગાયા હોય તો ! શ્રાવકને સાધુપણું સંભળાવવાનું શું કારણ ?
કેટલાક કહે છે કે-“શ્રાવકને સાધુપણું શા માટે સંભળાવો છો ?' કહું છું કે- શ્રીસંઘના અંગ બનવા માટે સંભળાવું છું. આ બધું છોડવું જોઈએ એમ જે ન માને, તે શ્રીસંઘના અંગરૂપ નથી. આ બધું છોડવું જોઈએ એ ભાવના વગરના જેઓ પોતાને સંઘના અંગ તરીકે ગણાવવા માગે છે, તેઓ ખરે જ જોરદાર મિથ્યાત્વ રોગથી પીડાઈ રહ્યા છે, એમ કહ્યા વિના છૂટકો જ નથી. એ રોગ મટાડવા માટે-ત્યાગ વિના મુક્તિ નથી'-એ વાત ઠસાવવાની અમારી ફરજ છે. એ ઠસ્યા વિના દાન એ વસ્તુતઃ દાન નથી, શીલ એ વસ્તુતઃ શીલ નથી, તપ એ વસ્તુત: તપ નથી અને ભાવના પણ વંધ્યા જેવી છે. પોતે દીક્ષા લઈ શકે તેમ ન હોય, પણ લેવા જેવી છે-એમ માનનારને “સાધુપણાની વાત સાંભળતાં કંટાળો કેમ આવે ? પચાસનો કમાનારો પણ લક્ષાધિપતિની વાત તો પ્રેમથી સાંભળે છે. એ લક્ષાધિપતિ વળી કરોડપતિની વાત પણ અધિક પ્રેમથી સાંભળે છે. એ કિરોડપતિ વળી રાજાની વાત એથીયે અધિક પ્રેમથી સાંભળે છે. અને એ રાજા - ચક્રવર્તીની વાત ઘણા જ પ્રેમથી સાંભળે છે, કેમકે-તેની જેવા જ બનવાની ઇચ્છા છે. તો દેવ, ગુરુ અને ધર્મને માનનારને આ વાત સાંભળતાં કંટાળો કેમ હોય ? - તમારામાં સંયમ લેવાની તાકાત નથી એમ કલ્પના ખાતર માન્યું, પણ ઇચ્છા તો છે ને ? જો કે–તાકાત નથી એમ હું નથી માનતો. પ્રવૃત્તિ કર્યા વિના તાકાત નથી. એની ખાતરી શી ? ઇચ્છા હોય ત્યાં પ્રવૃત્તિ ન હોય ? આટલી ઉમરમાં તમે સંયમ માટે પ્રયત્ન કર્યો જ નથી, તમારી ઇચ્છા જ નથી, અને એમ છે માટે જ મારે તમારામાં એ ઇચ્છા પ્રગટ કરવી છે. વર્ષોથી રોજ આગમો સાંભળ્યા, જેટલા સાધુ આવ્યા તેટલાને તમે સાંભળ્યા, છતાં સાધુપણું સાંભળવાની ઇચ્છા જ ન થાય, તો હું કહું છું કે-તમે કાંઈ સાંભળ્યું જ નથી. શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળનારને તો-ક્યારે સંયમ લઉં ?” એ ભાવના કાયમ હોય. ક્યારે એવો પુણ્યોદય જાગે કે સંયમ આરાધાય ?' આવી ઇચ્છા ન થાય