________________
૧૧૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - – 14. નથી. માત્ર આપણે તો વસ્તુસ્થિતિને જ સ્પષ્ટ કરવા માગીએ છીએ. જે વહીવટોમાં શ્રી અરિહંતપદ આદિની આરાધના સમાયેલી છે, તેનું ટ્રસ્ટીપણું કરવાથી તીર્થકર નામકર્મ પણ બંધાય, એમાં કશું જ આશ્ચર્ય જેવું નથી, પણ તે કરતાં આવડે તો ! જો તે ન આવડે તો વિપરીત પરિણામ પણ આવે. ટ્રસ્ટીઓએ તે તે સ્થાનોની સાધકતા સાધવી જ જોઈએ.
મંદિરના ટ્રસ્ટી એટલે દરેક ભક્તિ કરવા આવનારને, સુવિશુદ્ધપણે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી શકે એવાં સાધનો મેળવી આપનાર અને ઉપાશ્રયના ટ્રસ્ટી એટલે ત્યાં આવતા સાધુ-સાધ્વીને સંયમ પાળવામાં તથા પ્રચારવામાં આવતી તમામ હરકતોને દૂર કરનાર અને અન્ય ધર્માત્માઓને પણ ધર્મસાધન માટેની સઘળી અનુકૂળતાઓ કરી આપનાર ! ધર્મસ્થાનના ટ્રસ્ટીઓ દેવ, ગુરુ અને ધર્માત્માઓ સામે હાથ જોડીને ઊભા રહેનાર હોવા જોઈએ. વહીવટ કરતાં આવડે તો તીર્થકર ગોત્ર બાંધે, ન આવડે તો એ તો જાય, પણ કાંક નવું જ બાંધે. વહીવટ પણ આજે માલદાર સ્થાનનો થાય છે, કારણ કે સામાન્ય સ્થાનની જોખમદારી કોણ લે? મંદિર તથા ઉપાશ્રયના ટ્રસ્ટી જો મરજી મુજબ જ ચાલે, પોતાની મરજીનો જ અમલ કરે, પોતે જ માલિક બને, તો શાસ્ત્ર કહે છે કે-એ ભયંકર અનર્થ કરનાર છે; એ તો સારી વસ્તુ અયોગ્યના હાથમાં ગઈ, એમ જ કહેવાય.
ટ્રસ્ટી તો રોજ સેવા કરનારને પૂછે અને કહે કે તમને કઈ ત્રુટી છે? કઈ હરકત છે? તમારી ભાવનાના ઉલ્લાસમાં નડે છે શું? તમે અત્રે રંગાઈ જાઓ, તે માટે બધું જ કરવા અમે તૈયાર છીએ.” આવા ટ્રસ્ટીઓ પોતાના વહીવટને સારી રીતે દીપાવવા સાથે, સ્વપર-ઉભયનું આત્મહિત સાધી શકે. ઘરનો પણ માલિક તે કહેવાય, કે-જે બધાને શાંતિમાં રાખે. “હું એકલો જ ખાઉં ને બીજા મજૂરી કરે' - આ ભાવનાવાળા માલિક માટે તો દીકરા પણ કહે બાપાજી છે. પણ પાલવે તેમ નથી.” એવા સસરાજીને માટે તો વહુ પણ એમ જ બોલે. અયોગ્ય ટ્રસ્ટી હોવાના કારણે તો ઘણાએ પૂજા-ભક્તિ કરવી મૂકી દીધી. નાહકનો કષાય થાય છે'. એ ભાવનાએ ઘણા ત્યાંથી ખસી ગયા. આવી સ્થિતિ કદી ન હોવી જોઈએ. જ્યારે એક સામાન્ય વહીવટ બાબતમાં પણ આ બધા વિચાર કરવા પડે, તો શ્રીસંઘે પણ કઈ આજ્ઞા, કોને થાય, એ બધો વિચાર કરીને જ વર્તવું જોઈએ. આપણો મુદ્દો એ છે કે-સારું ખોટું પરખાય તો આપણા સ્વરૂપમાં સ્થિર થવાય.