________________
529 – ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 - પ૨૯ માટે ઝેર ન ખાવું એ વાત પાલવી. પોતાના પ્રાણનાશની વાત માનો, ત્યાં શંકા નહિ, અને પારકા પ્રાણ જાય છે ત્યાં પાપ ન માનો. ત્યાં જ બધી શંકા, એનું કાંઈ કારણ? એ જ કે, તીવ્ર સંસારરસિકતા ! સાચી શાંતિ, તૃપ્તિ અને વિશ્રાંતિઃ
શરીરનાશક વસ્તુમાં શંકા નહિ અને આત્મનાશક વસ્તુમાં શંકા એ શું ભયંકર વાત નથી ? તિજોરીને જરૂર તાળું મારે, કેમ કે, કોઈ લઈ જાય, પણ પોતે જીવતો-જાગતો છે તો ચોર લઈ જાય શી રીતે ? એવી શંકા ત્યાં કોઈએ પણ કરી ? નહિ જ. તે વખતે તો આંખ આડીઅવળી થાય તો અગર ચોર ઘણા હોય તો લઈ જાય; એ વાત ત્યાં તરત બેસે છે; એ રીતે દુનિયામાં તમામ કાર્યોમાં મોટાની સલાહ માનવા તૈયાર છો, માત્ર અહીં જ વાંધો ? - “છ કલાક સૂવું જોઈએ એમ કોઈ કહે તો ત્યાં હા, કેમ કે, નહિ તો શરીર બગડે; વારુ “કલાક ઊંઘનારા પણ જીવે છે કે નહિ?” એમ કહેવામાં આવે તો ત્યાં જરૂર એ તો અપવાદ, એમ કહીને પણ છ કલાક ઊંઘવાની વાત સ્થાપન કરે; એ જ રીતે કસરતથી આયુષ્ય વધે એમ કોઈ કહે ત્યાં શંકા ન કરે. જિંદગીભર કસરત કરનારા અકસ્માત અને અકાળે મર્યા સાંભળ્યા છે કે નહિ ?' એમ પૂછો તો તેનો પણ બચાવ કરશે ! આ રીતે શરીરના ગુણો ઉપર “ શ્રદ્ધા કેવી છે, એ સંબંધમાં સંસાર ઉપર શ્રદ્ધા રૂ૫ સમ્યગ્દર્શન એવું છે કે, જેની વાત નહિ થાય ! ખરેખર, જ્યાં આત્મગુણ પ્રગટાવવાની વાત છે ત્યાં જ બધી આજના અંતર-અવાજવાદીઓની પોલાણ છે ! આથી સ્પષ્ટ છે કે, જે આત્માઓ જ્યાં સુધી શરીરને જ પોતાનું માની બેઠા છે અને આ બધું પોતાનું નથી એ ભાવના નહિ આવે, ત્યાં સુધી તેઓને આ શાસ્ત્રમાં એટલે કે અનંતજ્ઞાનીના વચનમાં શંકા થયા વિના રહેવાની જ નથી ! [" -જ્યાં બનાવટી ચીજને પોતાની માની અને સ્વાભાવિક વસ્તુને પારકી માની, ત્યાં થાય શું ? કહેવું જ પડશે કે, શંકા. પાણી મળે તો જ આત્માને ઠંડક થાય, અનાજ મળે તો જ તૃપ્તિ થાય, તળાઈ મળે તો જ વિશ્રાંતિ મળે, એ માન્યતાવાળાઓ માટે વાસ્તવિક તૃપ્તિ, શાંતિ અને વિશ્રાંતિ અપરિચિત બની જાય, એમાં કશું જ આશ્ચર્ય નથી. દુનિયાએ જ્યાં શાંતિ, તૃપ્તિ અને વિશ્રાંતિ માની છે ત્યાં શ્રી જિનેશ્વરદેવે નથી માની. - તારક શ્રી જિનેશ્વરદેવે તો સંયમ લીધું ત્યારથી જ રીતસર સંયમની સાધના માટે જરૂર હતી. તે સિવાય ખાવાપીવાનું અને જમીન ઉપર બેસવાનું