________________
૫૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
નજરે દેખાય એવી કોઈ ચીજ નથી. પણ સત્ય સત્ય રૂપે ન સમજાય અને ન મનાય એ જ મિથ્યાત્વ છે. વળી સમજી શકીએ તેટલું માનવું એ વિચારનું પરિણામ પણ શું ? બધું સમજવાની શક્તિ ધરાવવાનો દાવો કરતા હોત તો શંકા હજી વાજબી હતી, પણ ન સમજાય એ જ સૂચવે છે કે, બધું સમજવાની શક્તિ નથી. જેનામાં બધું સમજવાની શક્તિ ન હોય તે બધું જ સમજે એ સીધી વાત છે. હવે તે માટે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વસ્તુ પણ ન માનવી એ કેમ ચાલે ?
528
શ્રી જિનેશ્વરદેવને વીતરાગ અને વીતરાગ હોવાથી જ સર્વજ્ઞ માનતા હો, તો તો એ તારકના વચનમાં શંકાને સ્થાન નથી જ, પણ શ્રી તીર્થંકરદેવ સર્વજ્ઞ વીતરાગ હતા કે નહિ, એ જ શંકા હોય તો તો સમજાવવાનો કોઈ ઉપાય જ નથી ! અને એ વાતમાં જો શંકા ન હોય તો તે એ તારકનું કહેલું બુદ્ધિના અભાવ આદિના યોગે ન સમજાય એ સહજ છે, પણ એટલા જ માત્રથી એ ન માનવું . જોઈએ એમ તો ન જ કહેવાયને ?
તીવ્ર સંસાર રસિકતા ઃ
આત્માનું સ્વરૂપ શું એ નક્કી કરો તો તમારી બધી શંકાઓ ઊડી જાય. જે કાર્યવાહી થઈ રહી છે તે આત્માનું સ્વરૂપ કે શ્રી સર્વજ્ઞદેવ કહે છે તે ? શરીર, કુટુંબ, ક્રોધ, માનાદિ એ આત્માની વસ્તુ કે અનંત જ્ઞાનાદિક ગુણો ? રાગી બનવું એ આત્માનો સ્વભાવ કે વિરાગી બનવું તે ? ખાવું એ આત્માનો ગુણ કે તપ કરી નિરાહારી બનવું તે ? પૈસા આવે એમાં આનંદ માનવો એ આત્માનો ગુણ કે પૈસા છોડીએ તેમાં આનંદ માનવો એ ? મરતી વખતે મૂંઝવણ થાય એ આત્માનો ગુણ કે સમાધિ રહે તે ?
આજના કેટલાક લોકો કહે છે, ‘આજના સાધુઓ તથા આ. શાસ્ત્ર ભવિષ્યના સુખની લાલચ બતાવી અહીં મળેલા સુખને છોડવાનું કહે છે એ કેમ પાલવે ? અને ભવિષ્યના સુખની ખાતરી પણ શી ?' ખરેખર, આત્માનું સ્વરૂપ તથા ગુણો ન સમજાય ત્યાં સુધી આવી શંકા રહેવાની જ છે ! આજે તો ‘આમાં આટલા જીવ અને આમાં આટલા જીવ કહ્યા ?' એમાં પણ શંકા થાય છે, પણ એટલા કહ્યા એમાં ગયું શું ? એમ કહેવાથી અનેક જીવમય વસ્તુઓ અભક્ષ્ય કોટિમાં મુકાવાથી સ્વાદ ઉપર કાપ મુકાય છે, માટે જ એવી શંકા ઊભી કરાય છે કે એટલા જીવો હોય જ કેમ ? ઝે૨માં મારી નાખવાનો ગુણ છે એ વાતમાં શંકા ઊઠી ? નહિ, કેમ કે, એના વિના પોતાના સુખને બાધ નથી આવતો,