________________
175
- ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15 – ૧૭૫ વાત ત્યાં ગઈ એના પરથી એમણે આ બધો વિકાસ કર્યો અને આપણે તો એવા ને એવા રહ્યા, માટે આપણે એદી અને એ લોકો ઉદ્યમી.”
આપણે એદી એ વાત તો મને પણ કબૂલ છે કારણ કે આવું ઉત્તમ શાસન પામીને તથા આવી અને આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં સાધવા યોગ્ય ન સાધ્યું. પણ એમને ઉદ્યમી તો ન જ કહું. ભૂસકો મારે એને ઉદ્યમી કહેવાય ? રસ્તે કાળજીથી ચાલે એ ઉદ્યમી કે પડતું મૂકે એ? જો એવું કરનારને પણ ઉદ્યમી કહેવાય તો નાશ જ થાય. જે ક્રિયા આત્મઘાતક છે, એમાં આગળ વધવું એ શાસ્ત્રદૃષ્ટિએ પાછળ હઠવા જેવું છે. એક આત્મા બહુ આરંભી, બહુ સમારંભી, બહુપરિગ્રહી બને, પરિણામે પંચંદ્રિયનો ઘાતક બને અને પંચેંદ્રિયના શરીરથી પોતાના શરીરનો પોષક બને, એને “બહુ આગળ વધ્યો-બહુ આગળ વધ્યો” એમ સાધુ કહ્યું જાય અને બીજાઓ પણ એને એમ જ કહ્યું જાય, તો એ જાય ક્યાં ? એ એટલો પાછળ હઠે કે અનંત કાળ સુધી ફરીને આ સ્થાન ન પામે. આ કાળમાં ધર્મક્રિયાને ઢીલી ન પાડવી જોઈએ?
પ્રમાદથી અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સંસારમાં ભટક્યા પછી જ પાછા આ સ્થિતિ પામવાના, એ પ્રમાદ કયો ? પ્રમાદના પાંચ પ્રકાર છે. મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથી તેમજ
સ્મૃતિભ્રંશાદિ આઠ પ્રકારે પણ પ્રમાદ વર્ણવ્યો છે. જે પ્રમાદથી ચૌદપૂર્વી પણ નિગોદમાં જાય; એ પ્રમાદ વધે-એ પ્રમાદમાં પાવરધા થવાય, એમાં આત્માનો ઉદય કે અસ્ત ? એ પ્રમાદથી તો આત્મહિતનો નાશ જ નિર્માણ થયેલો છે. આથી જૈનશાસ્ત્ર વિહિત કરેલી પ્રમાદનો નાશ કરનારી ક્રિયાઓ પરલોકને સાધનારી છે, સુધારનારી છે. તે ક્રિયાઓને જેઓ જીવતી રાખવા ન માગતા હોય તેઓ નાસ્તિક છે, એમાં પ્રશ્ન જ શો ? પરલોકને સુધારનારી ક્રિયાઓને ઊડાવી, તેની જ જગ્યાએ જે ક્રિયાઓને શ્રી જિનેશ્વરદેવના આગમમાં પરલોકને બગાડનારી કહી છે, તે ક્રિયાઓનું જેઓ વિધાન કરે તેઓ નાસ્તિક નહિ તો બીજું શું ? જે માનવી ક્રિયા સાધી શકતો નથી, એ નાસ્તિક છે એમ
१. मज्जं विसय कसाया निद्दा विगहा य पंचमी भणिया । ' 'પણ પંજ પમાડા, ગીવ પતિ સંસારે |
- ધર્મરત્ન પ્રકરણ ગાથા-૧૧૦ ની ટીકા २. पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ ।
અના-૨, સંલગ-૨, વેવ, મિચ્છાના-રૂતદેવ અ ા૨૨૦૭T रागो-४ दोसो-५ मइब्भंसो-६, धम्ममि य अणायरो-७ । નોના સુદા-૮, ગદા વન્દ્રિયવ્ર રર૦૮ાા
- પ્રવચન સારોદ્ધાર