________________
275 - ૨૩ : આપમતિ તારક ! આગમમતિ તારક ! - 23 - ૨૭૫ છૂટ, આ શાસન પાસે માંગે એ ઓછી તાજુબીની વાત છે? હિંસાની છૂટ છે કે નહિ ?' આ પ્રશ્નને જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્થાન નથી.
પાપ માત્રનો અભાવ કરવા સરજાયેલા શ્રી જૈનદર્શનમાં કોઈને પણ મારવાની છૂટ કેમ હોય ? હા, સર્વની હિંસાથી બચવાનું વિધાન શ્રી જૈનદર્શનમાં છે. માટે “મારવું એ પાપ છે પણ છૂટતું નથી' એમ કહે તો હજી પણ જૈનત્વ ટકે પણ “મારવાની છૂટ છે કે, નહિ ?” એમ પૂછે ત્યાં શું ? જૈનધર્મ કોઈને મારવાનું કે, પાપકંપનીઓમાં જોડાવાનું કે, એવું એવું કાંઈ પણ કરવાનું કહેતું જ નથી. એ તો કહે છે કે, સંસારથી છૂટવામાં ધર્મ છે ! સંસાર માત્રને શ્રી જૈનદર્શન ખોટો કહે છે. માતા-પિતાના મોહને પણ ખોટો માનવાનું કહે છે ! રાગદ્વેષને સર્વ પ્રકારે તજવાનું કહે છે, દુશ્મન પ્રત્યે પણ દ્વેષ ન જોઈએ, એમ જૈનદર્શન તો કહે છે.' - કોઈ એમ કહે છે કે, “દેશવિરતિધરને તો દુશ્મનને (અપરાધીને) મારવાની છૂટ છે ને ? એને એમ કહેજો કે, એ ફૂટ જૈનદર્શનની નથી, પણ સર્વવિરતિના સ્વીકાર માટે અશક્ત એવા દેશવિરતિ થનારે એ છૂટ રાખી છે; આથી જ અને એવાં અન્ય અન્ય કારણોથી, ગમે તેવા પણ ગૃહસ્થધર્મને સાધુધર્મરૂપ મેરૂની આગળ, સરસવના દાણાની ઉપમા આપી છે.
જો દુનિયાદારીમાં જોડનારી ક્રિયાઓમાં ધર્મ જ હોત, તો જ્ઞાની પુરુષો એક સામાન્યમાં સામાન્ય સાધુના ધર્મને પણ મેરૂની ઉપમા આપી ઊંચામાં ઊંચા . ગૃહસ્થના ધર્મને પણ સરસવની ઉપમા શું કામ આપત ?. વધુમાં, ઊંચા પણ * ગૃહસ્થને ઉપકારી પુરુષોએ તપાવેલા લોઢાના ગોળાની ઉપમા આપી છે, કારણ કે, તે ગમે તેવો તો પણ સદાને માટે છયે કાયના જીવોની વિરાધના જ કરનારો
છે. એની એક પણ વ્યવહારિક પ્રવૃત્તિ, છ કાયની વિરાધના વિના શક્ય નથી, - આ જ કારણે ઉપકારી પુરુષોએ કહ્યું કે, “દેશવિરતિધર પણ જો સર્વવિરતિની લાલસા ન ધરાવે, તો તેની દેશવિરતિ પણ સાચી નથી. ભોળાઓને ફસાવવાની જાળ ?
પણ આજે તો એવા પણ દુનિયાદારીની પ્રવૃત્તિમાં મૂંઝાયેલા પડ્યા છે કે, જેઓ પોતાની મહત્તા જાળવવા માટે “આજે કોઈ ગુરુ નથી અને હું જે કહું છું તે અનુભવસિદ્ધ કહું છું.” આ પ્રમાણે કહેતાં પણ અચકાતા નથી. ખરેખર, આ એક જાતની ભોળાઓને ભરમાવવાની ચાલબાજી છે. આવી ચાલબાજીથી જેઓ
ની
૧. સેશવિરાિરઃ સર્વવિરતિપરિણામ: - જો શાત્રવૃત્તિ છે.