________________
૨૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
જનતાને ભરમાવી દેવ, ગુરુ અને ધર્મથી વંચિત બનાવવા પ્રયત્નો કરે છે તેવા સ્વાર્થી આત્માઓ ખરેખર જનતાને ફસાવવાનો પ્રયત્ન કરનારા છે.
276
‘ધર્મપ્રિય’ની મૂંઝવણના નામે મૂંઝવણની કાર્યવાહી કરવી અને પોતાની સ્વાર્થસિદ્ધિ માટે જનતાને સાધુપુરુષોના સંસર્ગથી અલગ કરવાનો પ્રયત્ન ક૨વો, એના જેવી ભયંકર અધમતા બીજી કઈ હોઈ શકે ? અને જનતાના શ્રેય માટે એવી અધમતાનો ઘટસ્ફોટ કરવો, એના જેવી એક પણ ઉત્તમતા નથી અધમ આત્માઓની અધમતાનો ઘટસ્ફોટ કરવામાં ગમે તેવી આપત્તિ આવે તો પણ એને સહી લેવા માટે કલ્યાણની કામનાવાળાઓએ સજ્જ જ રહેવું જોઈએ.
પારધીઓ જેમ માછલાંઓને પકડવા જાળ બિછાવે છે, તેમ અર્ધમ આત્માઓ પણ ભદ્રિક આત્માઓને ફસાવવા માટે જાળ બિછાવે છે. વાતોમાં પ્રથમ તો એવી વૈરાગ્યની વાતો છાંટે કે, સામાન્ય આત્મા તો અંજાઈ જ જાય, પણ પરીક્ષક તો એકદમ પારખી જ છે. સાચા ઝવેરીને ‘સાચું મોતી કયું અને એબીયલ મોતી કયું ?’ એ પરખતાં વાર નથી લાગતી. તેઓ તો એકદમ પરખી જ લે છે કે, ‘આ મોતી સાચું છે અને આ મોતી બનાવટી છે. મોતીનું એક દૃષ્ટાંત
એક રાજસભામાં એકવાર ત્રણ મોતી આવ્યાં; રાજાએ પરીક્ષક ગણાતાઓને પરીક્ષા કરવા બોલવ્યા. મોતીના પરીક્ષકોએ એક મોતીની કિંમત એક લાખની કરી, બીજાની દશ હજારની કરી અનેં ત્રીજા મોતીને કિંમત વિનાનું, તદ્દન નકામું જ જણાવ્યું.
એમાં એક હોશિયાર ઝવેરી બેઠો હતો. એને આ કિંમત ન ગમી; મનમાં મૂંઝાયો. પણ એને એમ થયું કે, આ બધા આમ કહે છે. ત્યાં એકલો હું શું કહું ? બહુમતી ખરીને !
શાસ્ત્ર કહે છે કે, અજ્ઞાનીઓની બહુમતી ન ચાલે, એક જણ કહે છે કે, ‘વાત ખોટી પણ લાગે, તો પણ બહુમતીથી મંજૂર કરવી’ હું કહું છું કે, ‘જો તમે ખરેખર જૈન હો તો તમારાથી એમ કરી શકાય નહિ. જૈનશાસનમાં આવી બહુમતીની ફૂટી કોડીની પણ કિંમત નથી.’
પેલા ઝવેરીએ મોઢું બગાડ્યું; રાજા જોઈ ગયો. રાજાને વિચાર થયો કે, ‘મોઢું બગાડવામાં ગહન હેતુ છે; પણ એ બોલી શકતો નથી; એથી મૂંઝવણ થાય છે; માટે કોઈ હેતુ જરૂર છે.’ રાજાએ એને પણ પૂછ્યું કે, ‘તમે કેમ બોલ્તા નથી ? તમે તમારો મત આપો ! વાજબી લાગશે તો સ્વીકારવામાં વાંધો નથી !'
પેલો કહે કે, ‘આ બધા આમ બોલે ત્યાં હું શું કહું ?'