________________
437 * -- ૩૪ : વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે ? - 34 - ૪૩૭
વિરાગીની પરીક્ષા સમ્યગુદૃષ્ટિ રાગીને કરવાનું કહો, તો એ તો કહી દે કે, હું પામર ! તારી પરીક્ષા શી રીતે કરું ? ક્યાં તું અને ક્યાં હું ? ઘરમાં બાળક વિરાગી થાય, તો સમ્યગુદૃષ્ટિ માતા-પિતા એને પણ પૂજ્યદષ્ટિએ જુએ, કહે કે, “અમે ન પામ્યા અને એ પામ્યો !” મા-બાપ પણ એને આજ્ઞા કરતાં આંચકો ખાય. વૈરાગ્યને ધક્કો લાગે એવી આજ્ઞા એનાથી હૃદયપૂર્વક ન થાય.
વિરાગીના વૈરાગ્યને ધક્કો મારનાર મા-બાપ, મા-બાપ નથી. પતિ-પતિ નથી અને ધર્મપત્ની એ ધર્મપત્ની નથી; એ તો બધાં સ્વાર્થી હોઈ આત્મધનની લૂંટ ચલાવનારા એક ભયંકર કોટિના લૂંટારા છે. દીકરો વિરાગી થાય, એટલે વસ્તુતઃ મા-બાપની માલિકી ઊઠી જાય છે. વિરાગી પર રાગીની માલિકી ન હોય. હોય તો તે એના વિરાગને પોષવા માટે જ હોય, પણ નાશ કરવા માટે નહિ.
તમે સાધુનાં મા-બાપ છો ને ? સવારે આવીને ઇચ્છામિ ખમાસમણ - પંચાંગ પ્રણિપાત કરીને “સુખપૂર્વક સંયમ આરાધના” પૂછો છો ને ? પછી સંયમની પાસના માટે ભાત પાણીનો લાભ દેવાનું કહો છો ને ? કહો છો કે, “આપને માટે મારાં દ્વાર ખુલ્લાં છે.” પછી પાછા અભૂઠીયાથી થયેલા અવિનયની-ભૂલચૂકની માફી માગો છો ને ? વારુ ! મા-બાપને પગે લગાડાય ? મા-બાપ બહાર ઊભા ઊભા વાતો કરે કે, સાધુ આવા ને તેવા ? મા-બાપ રૂપ શ્રાવક-શ્રાવિકા તો ચોવીસે કલાક સાધુના સાધુપણાની ચિંતા કરે, એ અખંડિત રહે એવા પ્રયત્નો કરે અને એને અખંડિત રાખવા માટે જે ચીજની જરૂર હોય તે પૂરી પાડે. . વિરાગીના વિરાગને તો પૈસાથી પણ મદદ કરાય; ત્યાં થેલીના હિસાબ ન ગણાય. આથી સમજી શકશો કે, કેવળ પૈસાના જ પૂજારી સમ્યકત્વને ટકાવી શકતા નથી. જો શ્રી જિનેશ્વરદેવની એક-એક વાત પર આવી બુદ્ધિ જાગ્રત થાય, તો કદી જ શંકા ન થાય; છતાંય શંકા થાય તો તેના નિવારણનો ઉપાય, ઉપકારી મહાપુરુષોએ બતાવ્યો છે.