________________
૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 -
૩૯ છૂટકો જ નથી !”
હું કહું છું કે “પ્રભુના શાસનને વાસ્તવિકપણે પામેલો કોઈ પણ સાધુ, જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનાર લોકની પાછળ કદી જ ખેંચાય નહિ. અજ્ઞાન, સ્વચ્છંદી અને યથેચ્છ વર્તનાર લોકની સાથે ભળી જિનશાસનથી વંચિત થવાની મૂર્ખાઈ કોઈ પણ સુસાધુ કરે, એ વાત જ અસંભવિત છે. જેઓ પોતાનું જીવન અજ્ઞાની અને અનાચારીઓના હસ્તમાં સોંપી દેવાની મૂર્ખાઈ કરે છે અગર કરશે, તેઓ ખરે જ પોતાની સાધુતાને કલંકિત કરે છે. તેઓ સાધુપણાના વેષને શોભાવનારા નથી પણ લજવનારા છે, એમાં એક અંશ પણ શંકા નથી. મુક્તિની જ આરાધના માટે સમર્પિત કરેલા પોતાના જીવનનો ઉપયોગ, જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધન સિવાય અન્ય કશામાં જ કરવાનો સાધુને હક્ક નથી. ,
આજે જે શ્રાવકવર્ગ સદ્ગુરુઓની નિશ્રામાં રહીને પ્રભુમાર્ગની આરાધના કરવામાં રક્ત છે અને એથી જેઓ આજ્ઞાબાહ્યની વાતો સાંભળવા નથી ઇચ્છતા, તેઓને આજના ઉચ્છુખલો “બધિર'ની ઉપમા આપી ચલિત કરવા કારમા પ્રયત્નો કરી રહ્યા છે, પણ તે વ્યર્થ છે : કારણ કે-ઉપાધ્યાયજી મહારાજા તો મુક્તિના અર્થ આત્માઓને અકલ્યાણકારી પ્રવૃત્તિઓમાં “અંધ, બધિર અને • મૂક થવાનું ફરમાવે છે :- *
“તે યોગી લોકોત્તર સમતાને પામી શકે છે, કે જે આત્મપ્રવૃત્તિ એટલે કલ્યાણકર પ્રવૃત્તિમાં અતિશય અપ્રમાદી હોય, પરપ્રવૃત્તિ એટલે અકલ્યાણકર પ્રવૃત્તિમાં બહેરો, આંધળો અને મૂંગો હોય અને હંમેશાં એક ચિદાનંદ પદ એટલે મોક્ષપદમાં ઉપયોગવાળો હોય.”
આથી કોઈ તમને બહેરા મૂંગા અને આંધળા પણ કહે તો કબુલી લેવું અને કહેવું-“એ તો અમે માગીએ જ છીએ. તેવા પુણ્યોદયના અભાવે હજુ, એવી, બધિરતા, અંધતા અને મૂકતા નથી આવી, એથી જ તમારા જેવા ઉશ્રુંખલોની વાણી આદિ થોડું પણ ઝેર હૃદયમાં રેડી જાય છે. ઉપકારીઓએ કહ્યા મુજબની બધીરતા, મૂકતા અને અંધતા આવશે તે દિવસે તો અમે, અમારું અહોભાગ્ય
માનીશું.
આજ્ઞાથી વિરુદ્ધ થઈને જે જે પાપ પ્રવૃત્તિઓમાં તમે તમારા જીવનને ૧. “ગાત્મકવૃત્તાતિના , પરપ્રવૃત્તો વધરાન્યમૂવઃ | सदा चिदानंदपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ।।२।।
- શ્રી અધ્યાત્મોપનિષદ્ ચતુર્થ સામ્યયોગશુદ્ધિ અધિકાર.