________________
321
— ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 ૩૨૧
રામદાસ : મેં એને બે ગાળ દીધી.
ઉલ્લુદાસ : એ ઠીક કર્યું, એવા તો એ જ ઘવના, એ વિના એની આંખ ન ખૂલે. રામદાસ : પણ પછી એણે મને ધોલ મારી !
-
ઉલ્લુદાસ : જાત સિપાઈની ને ! એ ધોલ મારે જ.
રામદાસ ઃ મને ચડ્યો ગુસ્સો એટલે મેં બે ધોલ મારી !
ઉલ્લુદાસ : બહુ ડહાપણ કર્યું, આવું કરે અને ગુસ્સો ન ચડે ? ચડે જ, આપણા હાથ કાંઈ ગીરવે મુકાય છે ? એકની બે ન મારીએ તો હાથ કામના શા ?
રામદાસ પછી એણે સીટી મારી !
ઉલ્લુદાસ ઃ મારે જ ને ! એટલા માટે તો એ સીટી પાસે રાખે છે. રામદાસ : માંચ-પચીસ સિપાઈઓ ત્યાં ભેગા થઈ ગયા. ઉલ્લુદાસ થાય જ, એ તો એમનો કાયદો છે. રામદાસ ઃ બધાએ ભેગા થઈને મને માર્યો.
ઉલ્લુદાસ ઃ મારે જ ! માર્યા વિના સિપાઈ છોડે ? રામદાસ : મને ચડ્યો ગુસ્સો !
ઉલ્લુદાસ : આટલું બધું થાય ને ગુસ્સો ન ચડે એ બને ? ચડવો જ જોઈએ. રામદાસ : પછી તો મેં આખી વાડી જ સળગાવી મૂકી, કેમ કે, કજિયાનું મૂળ તો એ જ હતું ને ?
ઉલ્લુદાસ : એ બહુ સારું કર્યું. કજિયાનું મૂળ ૨ખાય જ કેમ ?
રામદાસ : પણ હવે ભૂખે મરું છું એનું શું ?
ઉલ્લુદાસ : ભૂલ કરીએ તો ભૂખે મરવું પડે ! બીજા તે કાંઈ ઓછું જ આપે ?
કહો હવે, આવા ‘હાજીયાઓ' હોય ત્યાં શું થાય ? બધી જ વાતમાં હા ! એ પામરો ‘ના કહેવાનું અને સત્ય સમજાવવાનું શીખેલા જ નહિ.’ ‘પોલીસને કેમ માર્યો ? ન મરાય. જરૂર પડે તો ફરિયાદ કરાય. બધું તો ઠીક પણ મૂર્ખા, વાડી શું કરવા સળગાવી ?' આવું પણ કહ્યું ? નહિ જ, કારણ કે એને એની ફીકર જ ક્યાં હતી ?
અસત્યને તેના રૂપમાં પ્રગટ કરવું જરૂરી છે
:
એવી જ રીતે આજના ઉન્માર્ગદેશકો એમ જ માને છે કે, ‘શ્રાવક અઢારે પાપસ્થાનક કરે એમાં મારા બાપનું શું જાય ?’ ‘આરંભ અને પરિગ્રહથી નરકે