________________
541
– ૪૦ : દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40
-
૫૪૧
તારે જ્યાં ત્યાં ભટકવું છે !” આથી એ બિચારી વિરોધ કરવા ન આવે તો એને મૂર્ખઓમાં જીવવું પણ ભારે થઈ પડે, એવી દશા પાપાત્માઓ કરે છે ! અર્થાત્ ધર્મના જ વિરોધી આત્માઓ એવાં એવાં અછતાં કલંકો મૂકે છે !
બાકી પુણ્યાત્માઓની પત્નીઓ પાછળથી તો ગુરુઓ પાસે આવીને કહી પણ જાય છે કે, “સાહેબ ! આવા શુભ કાર્યમાં અંતરાય કરવાની અમારી ઇચ્છા નહોતી, પણ ખોટાં કલંકોથી બચવા માટે લોકદષ્ટિએ કરવું પડ્યું અને પછી વિષમ દશા થઈ!' વારુ, વ્યવહારમાં પણ તમે જરા બાઈઓને પૂછો કે, પતિની પાછળ કુટાય છે કેમ ? પથારીવશ એને થવું પડે છે છતાં ફૂટે છે, કારણ ? આવનારી ચાર નવી નવી જાતની મનફાવતી વાતો કરે; બાકી એ માંદી પડે ત્યારે દવાની પાઈ પણ કોઈ આપવા ન આવે, અને કુટાવી કુટાવીને માંદી, પાડે, આ દુનિયાની નીતિ છે ને ?
બીજી વાત એ વિચારો કે, આજે સંઘ ભેગો કરવાનું પણ ક્યાં બને છે ? ત્યાં તો કહેવું પડે છે કે, ભાઈ ! જવા દ્યો ને ! ચાર ઉલ્લંઠો લાઠી લઈને ઊભા થશે તો થશે શું ? માટે આજની દશા કેવી છે તે જરા વિચારો ! સભાઃ જે બાઈ કહે છે કે, હું તો રાજી છું. પણ લોકલજ્જાએ આવું છું એ
પોતે કેમ દીક્ષા નથી લેતી ? ખરેખર, આ પ્રશ્ન જ અયોગ્ય છે, કારણ કે, એની તાકાત ન હોય તો ન પણ લે. તાકાતના અભાવે કોઈ દીક્ષા અંગીકાર ન કરે, એ કાંઈ ગુનો નથી. " સંભાઃ જેને વૈરાગ્ય ન આવે તે બીજાને જવાનું કેમ કહે ? * આ પ્રશ્ન પણ એવો જ છે ! પોતે કોઈ સારી વસ્તુ ન સ્વીકારી શકે, એથી
અન્યને એ સ્વીકારવાનું ન કહી શકે, એવો કાયદો હોઈ જ ન શકે; એ જ .' કારણે શ્રી કૃષ્ણ મહારાજ, પોતે દીક્ષા નથી લઈ શક્યા, છતાં પણ પોતાની
એકે-એક દીકરીને દીક્ષા અપાવી છે. એ જ રીતે અન્ય અનેકને પણ ઉદ્ઘોષણા કરાવીને દિક્ષા અપાવી છે. અનંતજ્ઞાની પ્રભુએ કહ્યા મુજબ શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિનો ઉદય હતો અને નિયાણાના યોગે તે નરકે જ જવાના હતા, એ કારણે એમને પોતાને ભાવના છતાં સર્વવિરતિનાં પરિણામ ન થયાં, પણ પોતાની એક-એક દીકરીને ઉત્તમ જાતનો પ્રશ્ન ગોઠવીને પણ નેમનાથ ભગવાન પાસે મોકલી અને સાધ્વીઓ બનાવી તથા જે દીકરીએ ન માન્યું તેને યોગ્ય હિતશિક્ષા આપીને પણ મોકલી અને એના આત્માનું કલ્યાણ સધાવી પોતાની પિતા તરીકેની ફરજ બજાવી ! તો હવે વિચારો કે, તમારો પ્રશ્ન ક્યાં