________________
૩૦૩ - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ ભ્રાન્તિનું ! - 25 - – ૩૦૩ જ ફેરફાર કરવા માટે, સમર્થ વિદ્વાનો કે, જેઓ હજારોને દોરી શકે તેવા હતા, તેમને પણ દૂર કર્યા છે.” આ શાસન, સમર્થ વિદ્વાન ગણાતાઓની પણ ઉશ્રુંખલતાને નભાવી લેવા માટે તૈયાર નથી; તેવી જ રીતે આ શાસનના સાચા અનુયાયીઓ પણ, ગમે તેવા શક્તિસંપન્ન હોય તો પણ જો તેઓ શક્તિસંપન્નતાના ઘમંડે ચડી જઈ, મદોન્મત્ત પાડાની માફક શાસનરૂપી સુંદર અને સ્વચ્છ સરોવરને ડહોળી નાંખવા માંગે, તો તેના વિના ઘણી જ ખુશીથી ચલાવી શકે છે; એટલે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ખૂન કરવાની પેરવી કરનારી વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે, કોઈપણ સાચા જૈનનો ટેકો હોઈ જ ન શકે. શા માટે ? એ નક્કી કરો!
વીસમી સદીમાં પણ એ તો અનુભવસિદ્ધ છે કે, જે ખુરશી ઉપર બેસવું, તેના ફરમાનનો અમલ એણે કરવો જ જોઈએ. અમલ ન થાય તો એ ખુરશી છોડી દેવી જોઈએ. પણ મતિ મુજબ તો ન જ ચલાય.
નીચલી કોર્ટનું જજમેન્ટ ઉપલી કોર્ટ ફેરવે, અપીલમાં ઉપલી કોર્ટ ચુકાદો ફેરવે, તો પછી નીચલી કોર્ટનો ચુકાદો ન મનાય. ઉપલી કોર્ટને લાગે કે, નીચલી કોર્ટ એક તરફ દોરવાઈ ગઈ છે, કાયદાની ગફલતમાં આવી છે, રેકર્ડ
પર બરાબર ધ્યાન નથી પહોંચાડ્યું, તો યોગ્ય ટીકા સાથે એ ચુકાદો રદ કરે. • એમાં કાંઈ બીજું દેખાય તો ભારપૂર્વક વધુ ટીકા કરે અને એવું એક, બે ને ત્રણ
વાર બને તો નીચલી કોર્ટનો અધિકારી ગ્રેડમાં ઊતરે અથવા ડિસમિસ થાય. નીચલી કોર્ટ એમાં પોતાનું અપમાન ન માને, પણ ફરીને સાવધ રહે. ઉપલી કોર્ટને યોગ્ય લાગે તો ફરી ટ્રાયલ માટે કેસ મોકલે, તે પણ નીચલો અધિકારી સાફ દેખાય તો, નહિ તો બીજા પાસે પણ મોકલે. ' તેમ અહીં પણ વસ્તુ, વસ્તુ તરીકે મનાવી જ જોઈએ અને એ માટે જૈન સમાજ ભેગો થાય, ત્યાં “શાસ્ત્રવિરુદ્ધ એક પણ વાત પસાર ન થાય' એવો ઠરાવ પહેલો જ થવો જોઈએ. જો આવા ઠરાવની સામે વિરોધ થાય, તો તમે કહી શકો છો અને પૂછી શકો છો કે, “તમે બધા ભેગા થયા છો, માટે ઉપકાર, ગામેગામના વેપારીઓ વેપાર છોડીને આવ્યા એ માટે આભાર. ઘણો આનંદ થાય છે, પૈસાનો ભોગ આપીને આવો છો એ આનંદની વાત, પણ જણાવો કે, . આ છે શા માટે ? “મળ્યા છો શા માટે ?” આ ઘોષ જીવતો અને જાગતો રહેવો એ જ જોઈએ.
જો કે વકીલો વગેરે તો રજાના દિવસો ગોઠવે છે, છતાં પણ ભાડું ભરીને આવે છે એ ઉપકાર, પણ એમને પૂછો કે, “આ ભેગા થવાની જરૂર શા માટે ?