________________
375 --- ૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29 - ૩૭૫ - શ્રી સંઘમાં રહેવા ઇચ્છનાર વ્યક્તિથી તો પ્રભુના એક પણ વચનમાં શંકા ન થઈ શકે; એક પણ કુમતની કાંક્ષા ન થઈ શકે, ધર્માનુષ્ઠાનના ફળમાં શંકા ન થઈ શકે. પરિણામે અનર્થ પેદા કરનાર મિથ્થામતિના ગુણોની પ્રશંસા પણ ન થઈ શકે અને મિથ્યામતિઓનો પરિચય પણ ન થઈ શકે; કારણ કે એ પાંચ મહાદોષો છે અને એ દોષો એનામાં પેસે તો સમ્યકત્વરૂપ શ્રેષ્ઠ વજપીઠમાં છિદ્રો પડે અને એ છિદ્રોના યોગે તેમાં કુતીર્થિકોની કુવાસનાઓ રૂપી પાણી પેસી જાય અને એના પરિણામે એ પીઠ પોલી થાય એટલે દઢ બનાવવાને બદલે કાંઈ બીજું પરિણામ આવે.