________________
૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10
તો એક જ અર્થ છે કે-પોતાને સંઘ તરીકે મનાવનારમાં તથા પોતાને સંઘ તરીકે માનના૨માં બુદ્ધિ નથી અને માનવા-મનાવવાના હેતુની પણ ખબર નથી.
109
૧૦૯
સૂત્રકા૨ મહર્ષિ અનેક રૂપકોથી શ્રીસંઘનું સ્વરૂપ સમજાવે છે. પહેલી ઉપમા ‘નગર’ની આપે છે, શ્રીસંઘ એ નગરરૂપ છે. યોગ્ય આત્માને આશ્રય આપે એ નગર કહેવાય. એકએક ધર્મીને રહેવા માટે નગર શ્રીસંઘ છે. નગરી કદી ઉજ્જડ ન હોય. લક્ષ્મી વિનાની, શેરી તથા માર્ગ વિનાની અને રક્ષણ માટે ફરતા કિલ્લા વિનાની પણ ન હોય. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તરગુણરૂપ મકાનો છે, શ્રુતરત્નરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી શેરીઓ છે અને એના રક્ષણ માટે અખંડ ચારિત્રરૂપ એને ફરતો કિલ્લો છે. આ શ્રીસંઘરૂપ નગરમાં પરમ શાંતિપૂર્વક રહેવું, એ ધર્મી માત્રની ફરજ છે. નગરરૂપ બનનાર શ્રીસંઘે, અખંડ ચારિત્રરૂપ કિલ્લાથી વિંટાયેલા બનવું જોઈએ અને એની શોભા ઉત્તરગુણરૂપ મકાનોથી જ હોય. આવા શ્રીસંઘરૂપ નગરમાં આશ્રયનો કોઈ પણ ઇન્કાર કરે ?
શ્રીસંઘરૂપ નગરમાં વસતા ધર્માર્થીની ભાવના, વિષય-કષાય રૂપ સંસારને છેદવાની જ હોય. એ ધર્માર્થીની ભાવના વિષય-કષાયરૂપ સંસારને માંડવાની હોય કે ભાંગવાની ? શ્રીસંઘ, એ સંસારને મંડાવે કે ભંગાવે ? સંસારમાં રહેવા ઇચ્છે, રાચીમાચીને રહેવા ઇચ્છે, એ વસ્તુતઃ ધર્મી પણ નથી.
શ્રી સંઘરૂપ નગરમાં તે ધર્મી વસે, કે જેને સંસારના છેદની ભાવના હોય અને એવી ભાવનાવાળા ધર્માર્થીના હાથમાં શ્રીસંઘ ચક્રરૂપ બને. એ ધર્માર્થી જ્યારે સંસાર છેદવા માગે, ત્યારે ચક્રરૂપ શ્રીસંઘ એને તમામ પ્રકારની સહાય કરે.
ધર્મી અરણ્યમાં ભટકતો હોય અને મોક્ષનગ૨માં જવા ઇચ્છતો હોય, તો પોતામાં બેસાડી ત્યાં લઈ જવા માટે, શ્રીસંઘ એ રથરૂપ બને.
શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં તથા એમની હયાતીમાં પણ જે શ્રીસંઘને, એમના જેવો જ પૂજ્ય કહેવામાં આવે છે, તે કેવો હોય ? - એ સમજાવવા માટે તો જુદાં જુદાં રૂપકો આપી, તેના સ્વરૂપની સૂત્રકાર મહર્ષિ સ્પષ્ટતા કરે છે. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તરગુણ રૂપ ભવનો (મકાનો) હોય, શ્રુતરત્નરૂપ ઋદ્ધિસિદ્ધિ હોય, સમ્યગ્દર્શન વિશુદ્ધિરૂપી શેરીઓ હોય અને એને ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો હોય.
શ્રીસંઘરૂપી ચક્રને સત્તર પ્રકારના સંયમરૂપી તુંબ હોય, બાર પ્રકારના તપરૂપી આરા હોય અને સમ્યગ્દર્શનરૂપી ફરતી બાહ્ય પીઠની ભ્રમિ હોય.
શ્રીસંઘરૂપી રથને શીલરૂપી ધ્વજા હોય, તપ અને સંયમરૂપી અશ્વો (ઘોડા) જોડ્યા હોય અને નિરંતર પાંચે પ્રકારના સ્વાધ્યાયરૂપી મધુર ઘોષો એમાં ચાલુ હોય.