SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 310 સભા ઃ શું આ ક્રોધનું પોષણ નથી ? આ ક્રોધનું પોષણ નથી પણ કર્તવ્યનું સૂચન છે. મારું શાસન, મારા જિનેશ્વર અને એના ઉપર આક્રમણ આવે ત્યારે ‘હવે હવે !' એમ કેમ થાય ? કેટલાક કહે છે કે, મહારાજને શું ? વારુ ! ઉપદેશમાં ચાર ચીજ છે ! દાન, શીલ, તપ અને ભાવ. એનાથી મોક્ષ કે સદ્ગતિ થાય છે. આટલું કહી દેવું આ તો એક મિનિટનું કામ છે. તો પછી રોજ બબ્બે કલાક ઉપદેશ શા માટે ? ઉપદેશકે પોતાની પાસે સાંભળવા આવનારને દુનિયાના ચોમેરના આક્રમણથી બચાવી લેવા જોઈએ અને દાનાદિ ધર્મ સમજાવી મોક્ષમાર્ગમાં એમને મજબૂત બનાવવા જોઈએ. હું તમારો નથી, પણ ભગવાન શ્રી મહવીર મહારાજાનો છું. ભગવાન શ્રી મહાવીરદેવે બતાવેલી વસ્તુ ૫૨ આક્રમણ આવે, એની બધી પંચાત મહારાજને હોય જ ! ભગવાન શ્રી મહાવીરદેવનો સાધુ એટલે ભિખારી નથી, પણ સાચામાં સાચો માલદાર છે. ભગવાને સાધુઓને મોટી મિલ્કત આપીને પ્રતિનિધિ બનાવ્યા છે. મહારાજ કાંઈ ભિખારી નથી ! આગળ ઉલાળ નહિ અને પાછળ ધરાળ નહિ, એવું અહીં નથી; અને ન જ હોવું જોઈએ. તમારી પાસે તો એકાદ ઝૂંપડી છે અને તિજોરીમાં દશ, વીશ હજાર કે લાખ આદિ હશે એ જ ને ? છતાંય તમે તમારા એ નજીવા માલ માટે કેટલું કરો છો ? તો અમારી પાસે ઘણો માલ હોય તો અમારે એને સાચવવા કેટલી કાળજી રાખવી જોઈએ ? તમે તો પોઝિશન સાચવવા નવાં-જૂનાંય કરો છો ને ? નવાં-જૂનાં એટલા માટે કહું છું કે, કાળાં-ધોળાં ન કહેવું પડે માટે ! અમે પણ અમારા માલિકે આપેલી મિલકત સાચવીએ ને ? અમે પારકી સલાહે જ શા માટે ચાલીએ ? શ્રી જિનેશ્વરદેવે આ મિલ્કત અમને એમ ને એમ નથી આપી. પણ કહેવા જેવું ઘણું ઘણું કહીને, સમજાવી-સમજાવીને, કપડાં ઉતરાવ્યા પછી જ આપી છે. તે વખતે અમારે બહુ પ્રતિજ્ઞાઓ લેવી પડે છે. પહેલાં તો બધાની સમક્ષ પાઘડી સાથે ફેરવે છે; બધાને બતાવે છે કે, ‘આ માણસને સંસાર નથી ગમતો !' ત્રણ-ત્રણ વાર વિનંતી કરાવ્યા બાદ દીક્ષા આપે છે. પ્રતિજ્ઞા લેતાં પહેલાં જિંદગી સમર્પવી પડે છે. સમ્યક્ત્વ સ્વીકારવું પડે છે કે, હે વીતરાગ ! તું જ દેવ, તારી આજ્ઞા મુજબ જીવનારા હોય તે જ ગુરુ અને તારી આજ્ઞા એ ધર્મ. જિંદગી સુધી પાપ-વ્યાપારનાં પચ્ચક્ખાણ કરવાં પડે છે. તો હવે કહો કે, અમે એ સાચવીએ કે એનો નાશ કરનારી એવી તમારી સલાહ માનીએ ? ‘સાધુ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy