________________
૩ઃ આજ્ઞાપ્રધાન સંઘઃ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, માગસર વદ-૧, મંગળવાર, તા. ૧૭-૧૨-૧૯૨૯
ઊંધા સંઘને પૂજવામાં શ્રી તીર્થંકરદેવની આશાતના :
શ્રીસંઘને ચક્રની ઉપમા શાથી ? • કેમ ન પૂજીએ ? અવશ્ય પૂજીએ : • સંયમના સત્તર પ્રકાર : • બાર પ્રકારનો તપ :
સંઘત્વહીન સંઘની કિંમત પણ શી ? શ્રમણપણામાં જ સમાવેશ :
સુસાધુ આજ્ઞાબાહ્ય લોકને કદી અનુસરે નહીં : • રામવિજયજી જાદુ કરે છે ?
ઊંધા સંઘને પૂજવામાં શ્રી તીર્થંકરદેવની આશાતના ? .
યોગ્યતાને અંગે આપણે શ્રીસંઘનો પ્રશ્ન ચર્યો છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સમ્યગુદર્શન પણ ક્રિયાહીન તો નથી જ. કોરી માન્યતાથી પ્રભુમાર્ગ પરનો પ્રેમ ટકતો નથી. શ્રી તીર્થંકરદેવની નિશ્રામાં રહે એ શ્રીસંઘ. નિશ્રામાં ન રહે એવા સમુદાયને જો શ્રીસંઘ કહીએ, તો તો દુનિયા પણ આપણને ગાંડા ગણીને હસે. મહાન ઉત્તમ કોટિના આત્મા શ્રી તીર્થંકરદેવ ! તેમની સમાનતામાં પોતાને કહેવરાવનાર સંઘમાં તેવું કંઈ પણ જોઈએ કે નહિ ? ઇચ્છા મુજબ વર્તનાર પાંચ-પચીસના સમુદાયને તીર્થકર તુલ્ય સંઘ કેમ જ કહી શકાય ? જે આત્મા પૂર્વે ત્રીજા ભવમાં આરાધના કરી “સવિ જીવ કરૂં શાસનરસી'-એ ભાવનાથી શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરે, તે આત્મા ત્યાર પછીના ત્રીજા ભવે તીર્થંકર થાય.
શ્રી તીર્થકરના ભવમાં ગર્ભમાં આવતાં જ માતાને ચૌદ મહાસ્વપ્નો આવે; તેઓ ત્રણ જ્ઞાન સાથે જ લઈને આવે; ચોસઠ ઇન્દ્રો ભેગા થઈ શ્રી “નંદીશ્વર, દ્વિીપમાં મહોત્સવ કરે; પ્રભુના જન્મ વખતે દેવીઓ સેવા કરવા આવે, જે ઇન્દ્રની માલિકી હોય તે ઇન્દ્ર મેરૂ પર્વત ઉપર ભગવાનને લઈ જાય, ત્યાં બધા ઇન્દ્ર ભેગા મળીને અભિષેકાદિ ભક્તિ કરે; પછી સમયે અનુપમ દાન દઈ,