________________
301 - - ૨૫ : નામ ક્રાંતિનું ! કામ બ્રાન્તિનું ! - 25 – ૩૦૧ મેરૂની ઉપમા આપે છે; જે મેરૂ આખા જગતમાં દીપ્તિમાન છે. આવા સંઘના નામે ઓળખાતો જૈન સમુદાય જ્યાં જ્યાં એકત્રિત થાય ત્યાં ત્યાં કેવા કેવા ઠરાવો થાય, એ વાત ઘણી જ શાંતિથી અને શુદ્ધ બુદ્ધિથી વિચારવા જૈવી છે.
જે સમુદાય જૈન નામ ધરાવીને, ઇરાદાપૂર્વક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, એક પણ ઠરાવ કરે તો હું તો કહ્યું કે, તે ભેગો થયેલો સમુદાય વસ્તુતઃ જૈન સમુદાય નથી અને તે છતાં પણ જો તે સમુદાય પોતાને જૈન સમુદાય તરીકે ઓળખાવવા માંગતો હોય, તો સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, “જૈન” નામ ધરાવીને ઇરાદાપૂર્વક શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો વિરોધ કરવો, એ શ્રી જિનશાસન પ્રત્યેની ખુલ્લી નિમકહરામી છે અને શ્રદ્ધાથી શુદ્ધ બનેલી બુદ્ધિના અભાવે માતા-પિતારૂપ શ્રી જિનેશ્વરદેવની મિલકતનું લિલામ કરનારી ભયંકર બેવકૂફી છે. ઊંધા ચાલનારાઓ આ શાસનમાં ન નભે!
જૈનો તો એવા ઠરાવ કરે, કે જેથી સહુ કોઈ બહાર આવીને એમ જ બોલે કે, “હવેથી સંયમ પર આવતાં આક્રમણો રોકાઈ ગયાં, ધર્મીને ધર્મ કરતાં હેરાન થવાનું અટકી ગયું, ધર્મી ઉપરની આપત્તિ અટકી ગઈ, હવે ધર્મને કોઈ સતાવી
નહિ શકે, રાજસત્તા પણ આડે નહિ આવે અને ધર્મશાસન ઉપર આવતાં : આક્રમણને આપણે એક્ટ હાથે હઠાવી શકીશું તથા ધર્મશાસનનો એક પણ વિરોધી પ્રગટ રીતે ધર્મશાસનનો વિરોધ નહિ જ કરી શકે.'
• હજારો રૂપિયા ખરચીને જૈનસમાજ ભેગો થાય, મંડપો બંધાય, ખુરશીઓ ગોઠવાય, સ્ટેજ પૂજે તેવાં ભાષણો થાય, પણ બહાર નીકળ્યા. પછી ઇતર પૂછે કે, “જૈનશાસનના ઉદય માટે શું કર્યું ?” જવાબમાં જો, “સંયમ બંધ કર્યો કે, જેથી હવે કોઈ સુખપૂર્વક દીક્ષા નહિ લઈ શકે ! હવે અમે બધા રાજાઓ પાસે • જવાના અને દીક્ષા અટકાવવાના ! અમે અને અમારા જેવા જ, વિરાગીઓની મનગમતી રીતે પરીક્ષા કરવાના ! સાધુઓ તો સમાજના સેવકો, એટલે કે સમાજના રોટલા ખાય તે સમાજની આર્થિક આદિ આપત્તિઓને ટાળવાની સેવા પણ કેમ ન બજાવે ? કેવળ ધર્મની જ વાતો કરવાની તેઓની હઠ, હવે આ જમાનામાં નહિ જ ચાલી શકે.” આવું આવું બોલતા જ બહાર નીકળે, તો હું તો કહ્યું કે, “એવાઓ જૈન સમાજમાં ન હોય તો કશું જ નુકસાન નથી. જૈનત્વને વેચી ખાનારા એવાઓને જૈનત્વના પ્રતીકરૂપ તિલકને ભૂંસી નાંખવાનું કહેવું જોઈએ, કેમ કે, એ તિલક કરવાનો એમને હક્ક નથી; કારણ કે, તે હક્ક તેઓએ વેચી ખાધો છે. પ્રઘોષ તો એવો બહાર પડવો જોઈએ કે, ઇતર પણ