________________
539 – ૪૦ઃ દીક્ષા અને સંઘની જવાબદારી ! - 40 – ૫૩૯ નાંખે છે.” હું કહું છું કે, મુંડાઈ જાય છે. એટલે કે, સાધુઓ મૂંડતા નથી, પણ મુંડાવનારા મુંડાવે છે અને જો સાધુઓના જ મૂંડ્યા મુંડાતા હોય તો હું તમને બધાનેય કહું છું કે, “થાઓ ઊભા, લો !” શું તમે ઊભા થશો ? નહિ જ. કારણ કે, ઇચ્છા વિના કોઈ જ આત્મા મુંડાતો નથી અને મૂડી શકાય નહિ. જાહેરમાં દીક્ષા !
સભાઃ જેને સાચો વૈરાગ્ય થયો હોય તેને જાહેરમાં દીક્ષા કેમ ન અપાય ?
આ પ્રશ્ન જ વિલક્ષણ છે. યોગ્ય આત્માઓની હાજરીમાં જ દીક્ષા અપાય છે, પણ અયોગ્ય આત્માઓની હાજરી થઈ જાય એવી રીતે ન અપાય તે છાની ન કહેવાય અને એ રીતે છાની અપાય તો પણ શું વાંધો ? તમે બે લાખ કમાઈને આવો. હવે તમારી જ માલિકીના બે લાખ લઈને ભયંકર અટવી શી રીતે પસાર કરો ? સાથી શોધો, પણ લૂંટારાથી તો મિલ્કત બચાવીને જ ચાલોને ?
વાઇસરૉય તો સત્તાધીશ છે ને ? શહેનશાહતનો પ્રતિનિધિ છે ને ? હિન્દુસ્થાનનો મહાન સૂબો, એને રક્ષણનું કારણ ? દુનિયાની અહિંસાની બૂમરાણ કરે છે, છતાં પણ રાજસત્તાધીશને રક્ષણ શા માટે ? સભાઃ સાહેબ ! બૉબ વગેરે ફૂટે છે અને અનેક ઉપદ્રવ મચાવે તેવા લોકો
દુનિયામાં હાજર છે એથી ! : તો કહો કે, બોંબ વગેરે ફોડનારા અને ઉપદ્રવો મચાવનારા પણ કેટલાક
છે; અને એટલા જ માટે તો આજે કેટલાક દેશનેતાઓને પણ હાથ ખંખરવા - પડ્યા છે. વારુ, મિલકત તમારી કમાયેલી છતાં તિજોરીને તાળું કેમ ? કહો કે, | લૂંટારાનો ભય છે માટે. તો શાસ્ત્ર કહે છે કે, વૈરાગ્યરૂપ મિલકત ધરાવનારને
પણ લૂંટારુઓની નજરે ન પડવા દેવાય. એમનાથી ગમે તે ભોગે બચાવી લેવા. . તમને ખાતરી થાય કે, એક પણ લૂંટારું નથી તોયે તમે મિલકત બહાર ન મૂકો, તો પછી વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ પડવા દેવાય ?
દીક્ષા વિરુદ્ધની બૂમરાણ નજરે દેખાતી હોય, લૂંટારાની દોડાદોડ દેખાતી હોય, છાપાંની કૉલમો રોજ એવી વાતોથી ભરાયેલી વંચાતી હોય, એ સંયોગોમાં વૈરાગી આત્માને લૂંટારાની નજરે કેમ જ પડવા દેવાય ? તમને ભલે ન લાગે, પણ વિરાગી આત્માની કિંમત આ શાસનમાં ઘણી મોટી છે.
દીક્ષા લેનારના કુટુંબી તો મોહવશ બધું જ કરે એ વાત જુદી. પણ ત્રીજાને શું? જેણે દૂધ પાયું નથી, રાતી પાઈના મમરા ખવરાવ્યા નથી. સાજે-માંદે જેની દવાની પડી નથી, તેવા બીજાઓને હક્ક શો ? બાળક ઉપર મા-બાપને જો પ્રેમ