________________
૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16
જ્ઞાનને પ્રગટ કર્યું. એ ત્રિપદી સાધન બની, તેમ પ૨માત્માની મૂર્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એને જે ન માને તે વીતરાગતા ન પામે. સાધન વગર તો સાધ્યસિદ્ધિ થાય જ નહિ. હોશિયાર કુંભાર પણ માટી વિના ઘડો શી રીતે બનાવે ? કારણને જ કારણ તરીકે મનાય ઃ
195
સભા : મૂર્તિ વિના કોઈ વીતરાગ થયા છે ?
હા, પણ હૃદયમાં મૂર્તિપૂજા વાજબી લાગ્યા પછી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વરચિત ‘સંબોધ પ્રકરણ' નામના પ્રકરણમાં ફરમાવે છે કે -
૧૯૫
૧૯
“જાતિએ કરીને શ્વેતાંબર હોય, દિગમ્બર હોય, બુદ્ધ હોય કે અન્ય કોઈ હોય, પણ જો તેનો આત્મા સમભાવથી ભાવિત થઈ જાય, તો તે અવશ્ય મોક્ષ પામે, એમાં જરા પણ સંદેહ નથી.”
આજના આડંબરીઓ, આ ગાથાના ઉત્તરાર્ધને આધું રાખી પૂર્વાર્ધના નામે આ પ્રભુશાસનનો ઘાત કરવા માટે અજબ ઉપાયો યોજે છે અને ભદ્રિક આત્માઓ તે આડંબરીઓના આડંબરથી અંજાઈ જાય છે પણ એમાં અંજાવા જેવું નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા “સમમાવમાવિત્રા” આ પંથી વસ્તુને તદ્દન સ્પષ્ટ કરે છે અને કહે છે કે - સમભાવ આવ્યો એટલે જૈનત્વ આવ્યું. સ્વપરભાવમાં માધ્યસ્થ્ય એટલે જ જૈનત્વ.
પુદ્ગલ મારાથી પર છે અને હું આત્મા છું : આ પૌદ્ગલિક પદાર્થો મારા નહિ અને આત્મગુણો મારા !' આવી ભાવના આવવી જોઈએ. જેનો પૌદ્ગલિક સંગ છૂટ્યો તે જ સાચા વીતરાગ; પરિગ્રહ છૂટે તે જ નિગ્રંથ ! ‘આ દુન્યવી પદાર્થોમાં કાંઈ મારું નથી, હું એકલો છું, જ્ઞાન, દર્શન અને ચારિત્ર - એ મારું સ્વરૂપ છે.' - આ વસ્તુસ્વરૂપને નહિ સમજનારા અજ્ઞાનીઓ ભવાટવીમાં અથડાય. એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ?
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ગાથા લઈને યથેચ્છ બોલનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે -હે નાથ ! જિનાગમ ન હોત તો
૧. ‘સેવંવરો ય આતંવરો ય, યુદ્ધો ય અવ અળો વા। સમમાવમાવિગપ્પા, નઇડ્ મુવલ્લું ન સંવેદ્દો ।। રૂ ।।"
1. कत्थं अम्हारिसा जीवा दुःसमादोसदूसिया ।
હા ! ગળાઠા ! ઠ્ઠું હુંતા, નફ ન હું તો નિગમો ।। ।।