________________
૧૭૨
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ –
12 જ; પણ જેઓ એમ કહે છે કે – “આ જમાનામાં ધર્મક્રિયાઓની શી જરૂર છે? આ વીસમી સદીમાં મોટાં મંદિરો તથા મહોત્સવોની જરૂર જ નથી; જે રીતે દુનિયા આગળ વધે તે રીતે તમે પણ આગળ વધો !” એવું કહેનારાઓને નાસ્તિક ન કહેવાય તો કેવા કહેવાય ?
એકેએક વિવેકી આત્માએ કહેવું પડશે કે તેવાઓને નાસ્તિક તરીકે ઓળખાવ્યા વિના છૂટકો નથી ! દુનિયા તો આરંભ, સમારંભ, પાપ, પરિગ્રહ વગેરેમાં વધે છે. એ રીતે વધી વધીને તો આપણે અત્યાર સુધી રખડી મર્યા. જો એવી પ્રવૃત્તિ ન હોત તો આજે આ દશા ન હોત. દુનિયાનાં પ્રાણીઓ તો ખાવાપીવામાં, પહેરવા-ઓઢવા વિગેરેમાં આગળ વધે છે. આ જોવાનું કામ સમ્યગુદૃષ્ટિનું નથી. પાડોશીની સાહ્યબી જોઈ સમ્યગુદૃષ્ટિ ન જ મૂંઝામ. - દુનિયા શામાં આગળ વધી રહી છે?
દુનિયા આજે શામાં શામાં આગળ વધી રહી છે?' - આ પ્રશ્ન આજના સુધારકો સામે ધરવા જેવો છે, કારણ કે-તે બિચારાઓ આજે “દુનિયા આગળ વધી રહી છે, દુનિયા આગળ વધી રહી છે' - આ જાપથી ઘેલા બની ગયા છે અને વાતવાતમાં એની એ જ કથની કરી રહ્યા છે. દુનિયાના વાદે ચડેલા તે બિચારા વાત વાતમાં એમ જ કહ્યા કરે છે કે “આ જમાનામાં અમુક વિના તો ચાલે જ નહિ.' શાસ્ત્ર કહે છે કે “પુણ્યોદય હોય તો જરૂરી વસ્તુઓ મળે એ વાત જુદી, પણ ચાલે નહિ એ માન્યતામાં મૂંઝાવાનું ન હોય.”
* આજ તો ખાલી આવી માન્યતાએ જ ઘણા લોકોને અધમ બનાવ્યા છે. આવા બનવા માટે આમ કરવું જ જોઈએ-એવું ભૂત વળગવાથી આજે પાપ ભુલાઈ ગયું છે અને પાપની પ્રવૃત્તિ વધી રહી છે તેમજ વધતી જ જાય છે. કહે છે કે-“દુનિયા આગળ વધી રહી છે અને આપણે પાછળ કેમ ?' પણ એની સાથે આપણને શો સંબંધ ? તમારે જૈન તરીકે આગળ વધવું છે કે, દુનિયાના માનવી તરીકે આગળ વધવું છે ? જૈન તરીકે આગળ વધવાની વાત કરો ! દુનિયાના માનવી તરીકે આગળ વધવામાં તો પરિણામે જૈનત્વનો વિનાશ છે.
જે આત્માને પ્રભુના માર્ગનું જ્ઞાન છે, એને પ્રભુમાર્ગ તરફ સદ્ભાવ ન હોય એ કેમ બને ? અને જો એ ન હોય તો ત્યાં આસ્તિકતા નથી પણ નાસ્તિકતા છે, એમાં જરાય સંશય નથી. અનંતજ્ઞાની મહાપુરુષો કહી ગયા કે – દુનિયાની આરંભ-સમારંભાદિક ક્રિયાઓ આત્માના પરલોકને બગાડનારી છે અને શ્રી જિનપૂજન આદિ ધર્મક્રિયાઓ પરલોકને સુધારનારી છે.” - છતાં