SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ઃ વિરાગીની પરીક્ષા કોણ લઈ શકે? વીરસં.૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૭ શુક્રવાર, તા.૧૭-૧-૧૯૩૦ 34 સમજો તો શંકાને સ્થાન જ નથી : • આત્મગુણો ખીલે ત્યારે : • જે જેવા હતા, તે તેવું પામ્યા : • વૈરાગ્ય એ આત્મ-સ્વભાવ છે : વૈરાગ્યની પરીક્ષા શી રીતે થાય ? આત્મગુણ, ગમે ત્યાં પ્રગટી શકે છે • વૈરાગ્યને કચડો નહિ, પણ પુષ્ટ કરો ! શ્રીસંઘનું પરમ કર્તવ્ય : સમજો તો શંકાને સ્થાન જ નથી ! સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘનો મહિમા ગાતાં શ્રીસંઘને નગરાદિની સાથે સરખાવ્યા પછી હવે શ્રી મેરૂશૈલની સાથે સરખાવે છે. એ સરખામણીમાં પહેલી વસ્તુ પીઠ છે. જેમ શાશ્વત મેરૂશૈલની પીઠ વજની છે અને તે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂ પણ શાશ્વત છે અને શ્રીસંઘરૂ૫ મેરૂની શ્રી સમ્યગુદર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠમાં જો દોષરૂપી શંકા આદિ પોલાણ ન હોય, તો જ તે દૃઢ રહે. એ પીઠમાં પોલાણ કરનાર પાંચ દોષો છે; એમાં પહેલો દોષ શંકા છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા, એ સમ્યકત્વરૂપ પીઠમાં પાયો પોલો કરનાર ભયંકર દોષ છે. એ દોષ શ્રી જિનેશ્વરદેવના વચનમાં સેવવો, એ કોઈ પણ રીતે ઉચિત નથી; કારણ કે, શ્રી જિનેશ્વરદેવોને અસત્ય બોલવાનું કોઈ પણ કારણ નથી માટે જ અસત્ય નથી બોલતા એમ નથી, પણ અસત્ય એ - તારકના મુખમાંથી નીકળતાં જ નથી. અસત્ય બોલવાનાં કારણ વિદ્યમાન હોય ત્યારે અસત્ય બોલવાની ઇચ્છા ન હોવા છતાં પણ, ઉપયોગ રાખે તોં ન પણ બોલે છતાંય બોલાઈ જવાય, અહીં એ સ્થિતિ નથી.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy