________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
બરાબર છે. જે સંયમનો સાચો અર્થી હોય તે તો એવાઓની પાસે જાય.જ નહિ, પણ કલ્પના કરો કે જાય, તો એ લોકો તો કહે કે - ‘સત્તર વર્ષનો આદમી દીક્ષા લેવા અરજી તો કરે છે પણ હજી સ્ત્રી પરણ્યો નથી તે બ્રહ્મચર્યમાં શું સમજે ?’ વળી પહેલાં તો જનારને એમ જ પૂછે કે - ‘અલ્યા ! તને વૈરાગ્ય થયો શી રીતે ? અમે કૉલેજની ચોપડીઓ ફાડી, સ્ટેજ પર મોટાં સુધારાનાં ભાષણો કર્યાં, છતાં અમને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ?’ ઝેરના અખતરા ન હોય :
૨૦૬
208
સભા સાહેબ વૈરાગ્યની ચોપડીઓનાં ટ્રાન્સલેશન પણ કર્યાં છે !
અને એમાં લખ્યું છે કે માતાના સંબંધ ખોટા, પિતાના સંબંધ ખોટા. આવા તરજુમા કરનારા - ‘અમને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ? તેઓ આવા યદ્દા તદ્દા પ્રશ્નો કરી શકે ખરા ? અને એવા પ્રશ્નો કરનારા પરીક્ષકો કેમ બને ?
એક વખત એક સરળ અમલદારના - ‘મને વૈરાગ્ય ન થયો અને તને કેમ થયો ?' આવા પ્રશ્નનો એક બાળકે ઉત્તર આપ્યો હતો કે ‘હું પુણ્યવાન છું માટે મને વૈરાગ્ય થયો, તમે પુણ્યવાન નહિ માટે તમને વૈરાગ્ય ન થયો.’ આ ઉત્તર સાંભળી જૈનેતર હોવા છતાં ખુશ થઈને તે અમલદારે તે બાળકને વૈરાગ્યભાવનામાં ઘણો જ ઉત્તેજિત કર્યો હતો.
વ્યવહા૨માં પણ કોઈ કહે કે - ‘વર્ષોથી મહેનત કરું છું તોય મને લાખ ન મળ્યા અને તને ચાર દિવસમાં લાખ શી રીતે મળ્યા ?’ તો પેલો કહે કે ‘તું કમભાગી માટે ન મળ્યા, તારું કપાળ કોડિયા જેટલું માટે ન મળ્યા અને મારું કપાળ મોટું અને નસીબ જાગતું માટે મને મળ્યા ! એમાં પ્રશ્ન શો ?' ચાર
દિવસની પેઢીવાળો લક્ષાધિપતિ બની જાય અને ચાલીસ વર્ષની પેઢીવાળો એવો ને એવો જ ૨હે, એ શું નથી બનતું ? જરૂર બને જ છે.
સભા : એવાઓની પાસે કોઈ જવાનું નથી; કોણ જવા બેઠું છે ?
ન જ જાય; પણ કલ્પો કે-જાય, એટલે પેલા તો એ જ પૂછે કે - ‘તને વૈરાગ્ય થયો શાથી ?’ જનાર જવાબ આપે કે ‘શાસ્ત્રના વચન ઉપર મને શ્રદ્ધા છે અને શાસ્ત્ર કહે છે કે – સંસાર અસાર છે અને સંયમ જ શ્રેષ્ઠ છે, કારણ કે - સંયમના યોગે જ શાશ્વત સુખના ધામરૂપ મોક્ષ મળી શકે છે; માટે મને સંયમ લેવાના ભાવ થયા છે અને સંસાર ઉ૫૨થી વૈરાગ્ય થયો છે.’ તરત પેલા કહી દે કે - ‘અંધશ્રદ્ધાળુ’ અને પછી સમજાવે કે ‘ગાંડા !' વસ્તુના અનુભવ વિના