________________
૨૪૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ન આવે ! જ્ઞાની પુરુષો કહે છે કે, ‘મહાનુભાવ ! પણ બણ મૂકીને સીધ શાસ્ત્રોને માનો; શાસ્ત્ર લખનારાઓને તમારા સઘળા ‘પણ’ની ખબર નહોતી એમ નહિ, એ ભવભીરુ અને તા૨ક મહર્ષિઓને બધી જ ખબર હતી. જ્યાં આગમની વાત આવે ત્યાં પોતાની વાતને ભવભીરુ આત્માઓએ મૂકી જ દેવી જોઈએ અને એ સમજાવવા માટે જ પૂજ્યપાદ પાંચલદેશોદ્ધારક, આ વીસમી સદીના પરમ પુણ્યપુરુષ, સત્યતત્ત્વના પરમ ઉપાસક અને સંરક્ષક શ્રી આત્મારામજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. શ્રી વિસનચંદજી મહારાજનો પ્રસંગ અત્રે કહેવામાં આવે છે.
248
પૂ. શ્રી આત્મારામજી મહારાજે તે (સ્થાનકવાસી) સંપ્રદાયના એક પુરુષને એક જ મિનિટમાં વાત સમજાવી દીધી હતી અને તેઓ ભવભીરૂતા તથા આગમની શ્રદ્ધાના યોગે સમજી ગયા હતા.
પૂ. શ્રી આત્મારામજી મહારાજ પોતાના કરતાં ભિન્ન વિચા૨ના છે, એમ જ્યારે તે સંપ્રદાયના મુખ્ય ગુરુને ખબર પીં, ત્યારે બીજા સાધુઓ કે, જેઓ શ્રી આત્મારામજી મહારાજ પાસે ભણ્યા હતા, તેમને તથા તમામ સાધુઓને એમને મળવાનો પણ નિષેધ કર્યો અને શ્રી આત્મારામજી મહારાજ પાસે ન જવું, એવી પ્રતિજ્ઞા પણ આપી.
એક વખત એક ગામમાં અનાયાસે મેળાપ થઈ ગયો. જો કે, પેલા શિષ્યોને તથા એ સમુદાયમાં જે મુખ્ય જેવા પુરુષ હતા, એમને તો પ્રતિજ્ઞા હતી એટલે ન ગયા, પણ પૂ. શ્રી આત્મારામજી મહા૨ાજ પોતે એમની પાસે ગયા અને કહ્યું કે, ‘તમારે મને ન મળવાની પ્રતિજ્ઞા છે, પણ મારે તમને ન મળવાની પ્રતિજ્ઞા નથી.'
હવે પેલા શું કરે ? એમના હાથ નીચે ભણેલા એટલે સામાન્યતઃ પ્રેમ તો હોય જ. શ્રી આત્મારામજી મહારાજે એમને પૂછ્યું કે, ‘તમે મૂર્તિને કેમ નથી માનતા ?” પેલા મુખ્ય પુરુષ મૂર્તિને માનવામાં પોતાને જે દોષો જણાતા હતા તે
બતાવ્યા.
શ્રી આત્મામરામજી મહારાજે એમને એક જ વાત કહી કે, ‘દોષો તમે વધારે જાણો કે આ આગમના રચનારાઓ વધારે જાણે ?'
પેલા મુખ્ય પુરુષે કબૂલ કર્યું કે, ‘એ મહાપુરુષો વધારે જાણે; જો આગમમાં મૂર્તિપૂજા નીકળે તો માથે ચડાવું.’
તરત જ પૂ. શ્રી આત્મારામજી મહારાજે શાસ્ત્રનાં પાનાં કાઢીને બતાવ્યાં અને તે મહાપુરુષે પણ વાત કબૂલી લીધી.