________________
.૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? - 14
૧૭૭
ચલાવે છે. એવા લૂંટારાઓને લૂંટ કરતાં થંભાવી દેવાની એકદમ જરૂર છે અને એ જરૂર પૂરી પાડવામાં જ સર્વનું શ્રેય છે.
સામગ્રી વધી કે અધમતા વધી ?
જે સમયે અનેક પાપોની સેવા કરીને પણ દુનિયાદારીનાં ક્ષણિક સુખોને મેળવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલી રહી છે, તે સમયે ધર્મક્રિયાઓ બંધ કરવાનું અને ધર્મક્રિયામાં થતા લક્ષ્મીવ્યયને ઘટાડવાનું કહેવામાં આવે, એ શું સૂચવે છે ? જે સમયે ‘ખાનપાનમાં વિવેક, શીલસંપન્ન જીવન, તૃષ્ણાઓ ઉપર અંકુશ અને વિચારપૂર્વકનું વર્તન' – વગેરે વગેરે સદાચાર નાશ પામતો જાય છે, તે સમયે ડૉક્ટરો, વકીલો કે બીજાય તેવાઓ ઉત્પન્ન કરવાથી સુધારા કે ઉન્નતિની વાતો કરવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? જ્ઞાનીઓએ એકાંત ઉપકારદૃષ્ટિથી દર્શાવેલા સુધારાઓ અને ઉન્નતિના ઉપાયોની અવગણના કરવી અને મનફાવતી વાતો કરીને બધી જ વાતોમાં સ્વેચ્છાચારી બનવું, એ તો ઇરાદાપૂર્વક સ્વપરના ઘાતક બનવા જેવું જ છે.
167
આજે તો ખાન-પાનમાં વિવેકનો અભાવ છે અને મોજશોખમાં પણ સુધરેલી મૂર્ખાઈનું જ પ્રદર્શન છે ! નાટક, ચેટક, સિનેમા આદિએ પણ હિંદુસ્તાનને, કહોને-દુનિયાના માનવીઓને આજે દુઃખના દાવાનળમાં ધકેલ્યા છે. આ કોઠો (પેટ) કાંઈ ભંડાર નથી, એ તો પેટ છે, જઠરા કામ કરે તો એ ચાલે, નહિ તો અંદર કોહવાય. ખાવા-પીવામાંથી જ આજે તો ઊંચા નથી આવતા. દેરાસરમાં આવનારા માટે કોગળા કરવા પાણી રાખવાં પડે, એવી દશા આવી છે, કેમ કે-રસ્તે ખાનારા, પળે પળે ખાનારા, બધું ફાકનારા, પાનના ડૂચા ચાવ્યે જ રાખનારા આજે ઘણા થઈ ગયા ! જો એમને માટે પાણીનાં સાધન ન રખાય તો દેરાસ૨માં પણ ન આવે, એમને આવતા રાખવા માટે દેરાસરમાં પાણીનાં માટલાં પણ મૂકવાં પડે છે. આ દશા જોઈ ધર્મી માત્રને બહુ જ દુ:ખ થાય છે. શ્રાવકના દીકરા માટે આ રીતે પાણી મૂકવું પડે ? મોં સાફ હોય જ નહિ, પાનસોપારીના ડૂચા તો ચાલુ જ હોય, એને લઈને પાણીનાં સાધન ગોઠવવાં પડે, એ કેટલી ખરાબ હાલત ? કહે છે કે - ‘સામગ્રી વધે છે.’ હું કહું છું કે - ‘સામગ્રી નથી વધતી પણ અસભ્યતા વધે છે.’
જૈન રસ્તે ચાલતાં ચાલતાં ખાય ? રસ્તે ખાતો ખાતો જૈન ચાલે ? ખરેખર, આ દશા બહુ જ ખરાબ છે. વાત કરે તો પણ મોઢામાંથી કચરો ઊડે; વાત કરવી પણ ભારે પડે, કેમકે-મોઢામાં ભર્યું હોય તે નીકળે. શાસ્ત્રીય રીતે તો મોઢામાં કંઈ હોય તો બોલાય જ નહિ. આજ તો બોલે ત્યારે પાનસોપારી ઊડે,