________________
465 -- ૩ઃ ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36 - ૪૬૫ મુક્તિના અર્થી માટે તીર્થસ્થાપના : * સ્વભાવનું પરિવર્તન કરી શકાતું નથી; એ જ કારણે એ તારકોએ પણ યોગ્ય જીવોને ઉદ્દેશીને એ જ ફરમાવ્યું છે કે, અનંત સુખ મેળવવું હોય તો વિષય-કષાય છોડો ! કોઈ કહે કે નથી છૂટતા, તો એમ પણ ફરમાવ્યું કે, સંસાર ખોટો છે; આથી સ્પષ્ટ જ છે કે, જેને અનંત સુખી થવું હોય તેને માટે આ તીર્થ સફળ છે. દુનિયાના વ્યવહારમાં પણ અમુક ખુરશીએ જે લાયક હોય તે જ બેસે એમ છે ને ? એની સામે એમ પુછાય કે બધાને બેસવા કામ ન લાગે તો મૂકી શા માટે ?' નહિ જ, તેમ શ્રી જિનેશ્વરદેવોએ પણ તીર્થ તે જ આત્માઓ માટે સ્થાપ્યું છે કે, જે આત્માઓ મુક્તિના અર્થી હોય. આથી મુક્તિના અર્થીએ તીર્થની આરાધના માટે શક્તિસંપન્ન બનવું જોઈએ, પણ શક્તિ નથી માટે તીર્થને ઢીલું કરવાનું કહેવા તૈયાર ન જ થવું જોઈએ. દુનિયામાં કોઈને સહેજ પણ ચઢતાં શ્વાસ ચઢે માટે “નિસરણીને ઢાળી નાંખીને લાંબી કરો.” એમ કહે તો કોઈ પણ એમ કરવા માટે નિસરણીને ઢાળીને લાંબી કરી આપે ખરું ? નહિ જ, કરાણ કે, નિસરણી લાંબી કરીને ઉપર જવાનું બનતું જ નથી. એ જ કારણે કોઈ ગાંડો તો કદી, એમ કહે, પણ એમ ગાંડાના કહેવા ઉપરથી ડાહ્યા માણસો કદી એવું કરે જ નહિ.. ધર્મશાસનમાં ફેરફાર ન કરાયઃ તે વ્યવહારમાં પણ આવી સ્થિતિ છે; એમ જાણવા છતાં પણ કેટલાક આજનાઓ, કે જેઓ મુક્તિના અર્થ નથી. પણ સંસારના જ પિપાસુઓ છે, તેઓ કહે છે કે, “આ વીસમી સદીમાં ચોવીસસો વર્ષ પહેલાંનું શાસન નભે એ માટે અમને જો શાસનમાં રાખવા હોય, તો શાસનમાં અમને ફાવતા અને રૂચતા ફેરફાર કરો.” " - દુનિયાના દમિયલથી ઊંચે ચઢાતું નથી માટે નિસરણીને આડી પાડવાનું કહે, પણ ઉપર રહેલાઓ અને શક્તિસંપન્નો તથા વસ્તુસ્થિતિના જ્ઞાતાઓ તો ના જ પાડે; તેમ આજના સંસારરસિકો કહે છે કે, “ચોવીસસો વર્ષ પહેલાંનું આ શાસન અમને ન જોઈએ, વિષયકષાયો તજવા એ અમને ન પાલવે, અમે તો ફાવે તેમ બધું જ કરી શકીએ, છતાંય ધર્મી કહેવાઈએ એવો ફેરફાર શાસનમાં કરો.” આવાઓને આ શાસન અને તેના જ્ઞાતાઓ તેમ કરવાની સ્પષ્ટ ના કહે છે; કારણ કે, નિસરણી જેમ માળ ઉપર ચઢવા માટે છે, તેમ આ શાસન મુક્તિએ જવા માટે છે.