________________
23
– ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 –– ૨૨૩
અનુમોદન કરું નહિ. ૩. “સર્વથાઅદત્તાદાન વિરમણ' - એટલે મનથી, વચનથી અને કાયાથી “અદત્તાદાન' “ચોરી' કરું નહિ, કરાવું નહિ અને કરનારનું અનુમોદન કરું નહિ. ૪. ‘સર્વથા મૈથુન વિરમણ’ – એટલે મનથી, વચનથી અને કાયાથી પરિગ્રહ રાખું નહિ, રખાવું નહિ અને રાખનારનું અનુમોદન કરું નહિ. “આ પાંચ મૂલગુણો છે અને ૧. ઈર્યાસમિતિ, ૨. ભાષાસમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ અને ૫. પારિષ્ઠાપનિક સમિતિ તથા “૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ' - આ ત્રણ ગુપ્તિરૂપ જે “અષ્ટપ્રવચન માતા” તે રૂપ જે ઉત્તરગુણો, તેનો વિષય કરતો અને પ્રતિદિવસ ઉત્સાહને પામતો આત્માનો જે પરિણામ વિશેષ, તે ધૃતિ છે.
દુનિયાનો એક પણ પદાર્થ જેને અસર ન નિપજાવી શકે, તેને આ ઉત્સાહ વધે. દુનિયાના પદાર્થમાં મમત્વ રહે, એ તરફ ઢળે, તો મૂલ તથા ઉત્તર એ ઉભય ગુણ ઘટે. મુનિઓ મૂળ તથા ઉત્તરગુણના સંગી છે. તમે પણ તે ગુણોના રાગી તો છો ને ?
શ્રીસંઘમાં સાધુ અને શ્રાવક બેય છે. એક મૂળ તથા ઉત્તરગુણોને ધારણ કરે અને એક તેને ઇચ્છે. બંનેની મનોવૃત્તિ કઈ હોય ? સંસાર પ્રત્યે તથા વિષયકષાય પ્રત્યે બન્નેની મનોભાવના કઈ હોય ? શ્રાવક પણ ધનધાન્યાદિ બધું ખોટું માને કે નહિ ? “વિષયની સામગ્રીમાં રહેવું સારું છે.” એમ માને, એ શ્રીસંઘમાં રહી શકે ? એ શ્રાવક ખરો ? આ બધું વિચારો ! શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, પણ “સંસારમાં રહેવું સારું છે અને વિષય કષાયની સામગ્રી પણ સારી છે. એવું માને તે શ્રાવક ન કહેવાય એ સ્પષ્ટ થાય છે. - જેમ મુનિપણું મૂલગુણો તથા ઉત્તરગુણો ધરનારમાં હોય, તેમ શ્રાવકપણું મૂલગુણો તથા ઉત્તરગુણોને ઇચ્છનારમાં હોય. આ પાંચ મૂલગુણો અને અષ્ટપ્રવચન માતારૂપ ઉત્તરગુણો ઉપર જે આત્માને પ્રેમ ન હોય, અને જે આત્માને એ પામવાની ઇચ્છા પણ ન હોય, તેઓમાં શ્રાવકપણું કઈ રીતે હોય? વળી જેઓ એ ગુણોનો ઉપહાસ કરવા સાથે, તેની વૃદ્ધિ અને પ્રાપ્તિનાં સાધનોનો નાશ કરવા મથે છે, તેઓ તો શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવા માટે કોઈ પણ પ્રકારે લાયક નથી જ, એ નિઃશંક વાત છે. - સાગર તે જ કહેવાય કે જેમાં જળવૃદ્ધિરૂપ વેલાઓ ચાલુ જ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ મૂળ ગુણો અને ઉત્તરગુણોમાં દિનપ્રતિદિન ઉત્સાહની વૃદ્ધિ થવી જ જોઈએ. આવાં જે આત્માના પરિણામ તે જ ધૃતિ છે. ધૃતિરૂપ વેલાઓ ઊછળવા જ જોઈએ. સાગરના કિનારે રત્નો ક્યાંથી ? મોજાં જ