________________
૩૬ : ધર્મશાસન યોગ્યને જ લાભ કરે ! - 36
દુનિયાનો એક પણ કાયદો ટકતો નથી, એટલે કે, આને અનુસરીને ચાલનારને દુનિયાની કોઈ પણ સરકાર ગુનેગાર બનાવી શકતી નથી. ધર્મહીન બનેલા એવા પણ પોતાને ધર્મીમાં ખપાવવાનાં ફાંફાં મારતા જે ધારાશાસ્ત્રીઓ મને ફસાવવા માગતા હોય, તેઓ જાણી લે કે, તમારા જેવા જ ફસાઈ જાય પણ હું ફસાઉં નહિ, એવો હું જેને શરણે છું એવા મારા શ્રી જિનેશ્વરદેવના શાસનનો જ્વલંત પ્રભાવ છે, પણ હું તમને ફસાવવા ઇચ્છું પણ નહિ ! બાકી લોભિયાને ફસાવવામાં વાર કેટલી ? પણ મારી એ ઇચ્છા નથી.
473
૪૭૩
તમારી વાતોમાં, દુન્યવી વાતોમાં હું ઊભો પણ ન રહું ! હું તો દિન ને રાત, જ્યારે સમય મળે ત્યારે સંસાંર છોડાવવાની જ વાત કરું છું, માટે મને ફસાવવા ઇચ્છનારને ભલામણ છે અને તે ભલામણને એમના જે દૂતો અહીં આવ્યા હોય તે જાણી લે કે, મને ફસાવવાનું નાહકનું દુર્ધ્યાન કરી તંદુલિયા મત્સ્યની જેમ દુર્ગતિ ખરીદવાની પ્રવૃત્તિ ન કરો. અસ્તુ.
અત્યારે તો આપણે એક જ વાત કહેવા માંગીએ છીએ કે, શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને સ્થાન જ નથી; આથી જ શાસ્ત્ર કહે છે કે, ‘સૂત્રે કહેલો એક પણ અક્ષર જેને ન રૂચે તે મિથ્યાસૃષ્ટિ છે.' આથી સ્પષ્ટ છે કે, ‘સૂત્રના એક પણ અક્ષરમાં શંકા કરવી એ સમ્યગ્દષ્ટિનું કામ નથી અને એ રીતે શંકાદોષથી બચેલો આત્મા; કાંક્ષા આદિ દોષોમાં પ્રાયઃ ફસતો જ નથી. હજુ પણ આ બાબતોમાં જે જે કહેવાનું છે, તે જ્ઞાની મહારાજાનું છે, તે જ્ઞાની મહારાજાએ જોયું હશે તો હવે પછી -
ધર્મકથાઓશા માટે?
મહાપુરુષોએ, સંસારરસિયા જીવોનો સંસારરસ દૂર કરીને મોક્ષનો અને મોક્ષપ્રાપક ઘર્મનો રસ પોષાય માટે જે ઘર્મકથાઓની રચના કરી છે, એ ઘર્મકથાઓનો ઉપયોગ સંસારરસ પોષવા માટે કરવો, એ જીવની નાલાયકાત સૂચવે છે. આવાઓને ધર્મકથાઓને કે ઘર્મશાસ્ત્રોને હાથ લગાડવાનો પણ અધિકાર નથી. મહાપુરુષોએ ઘર્મશાસ્ત્રો અને ધર્મકથાઓની રચના, સંસારમાં વિષય કષાયમાં ખૂંપેલા આત્માઓને બહાર કાઢવા માટે કરી છે. એનો ઉપયોગ કરીને જીવોનો સંસારરસ પોષવો, વિષય-કષાયની વૃત્તિઓ ઉત્તેજિત કરવી એ સામાન્ય કોટિનું પાપ નથી. - ધર્મસ્વરૂપદર્શન