________________
107 – – ૯ઃ જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - ૭ - ૧૦૭ વધારે. કહોને કે-સઘળી પાપની પ્રવૃત્તિઓ વધારે, તો આવા વાતાવરણમાંથી દિીક્ષા લેવા આવે તો આપવી કે નહિ ?
આજે નાની વયના છોકરાઓને પણ સિગારેટ જોઈએ. હોટલમાં જવાની આવડત તો એનામાં હોય જ. રાતે બાર વાગ્યા સુધી ફરે અને જ્યાં રખડે નાટક - સિનેમાની કંપનીઓએ એમનાં હૈયાં ખરાબ કર્યા છે. આ વાતાવરણ જોતાં તો દીક્ષા માટે કોઈ લાયક છે ? માબાપે બાળકને હોટલ કે નાટક ચેટકમાં જતાં રોક્યાં ? રાત્રે ખાતાં કે સિગારેટ પીતાં અટકાવ્યાં? શ્રાવકના ઘરમાં કંદમૂળ આવે જ નહિ, એવું થયું ? શ્રાવકના ઘરમાં કંદમૂળ આવે અગર શ્રાવકને ત્યાં અનીતિ થાય, તો દંડ કરવાનો કાયદો કર્યો ? ત્યાં તો ના કહે છે અને ઊલટા કહે છે કે “ઘેર ઘેર માટીના ચૂલા'. દોષો અટકાવવા નથી તો પછી નિર્દોષ વ્યક્તિ લાવવી ક્યાંથી ?
જેને આવા વાતાવરંણમાં વૈરાગ્ય થાય, એ તો ભાગ્યવાન છે ! પૂર્વની આરાધના હોય તો વૈરાગ્ય આવે ત્યાં નવાઈ નહિ, કારણ કે ત્યારનું વાતાવરણ સાફ હતું. આજના આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ મોટી નવાઈ છે. ઇતરને બતાવો કે જૈનસમાજ ત્યાગમય છે.
આજે વિરાગી નથી એમ નહિ; વિરાગી તો ઘણા છે પણ મૂંઝાય છે, દશા કફોડી છે. વૈરાગ્ય થયાનું કોઈને કહેવામાં પણ આજે જોખમ છે; કેમકે-કહે તો કેટલાય વિગ્રહ ઊભા થાય. વિરાગી આત્માઓ પોતાના વૈરાગ્યની વાત દિલ ખોલીને ફોઈની આગળ નથી કરી શકતા. એ જાણે છે કે-વાત કરી તો માનવ રૂપમાં છુપેલા ધર્મભક્ષક રાક્ષસ જેવાઓ ભેગા થઈને શું કરશે, એ કહેવાય નહિ. આ સ્થિતિ શ્રી સંઘે દૂર કરવી જોઈએ અને જગતને દેખાડી દેવું જોઈએ કે-એક એક દીક્ષાની પાછળ જૈનો લાખો ખર્ચવા તૈયાર છે.
જેનો એટલે જીવદયાના હિમાયતી. એક આત્મા અનંતા આત્માને અભય આપે, ત્યાં જૈનો લાખો ખર્ચે એમાં નવાઈ શી ? એવી રીતનો વર્તાવ કરો, કે જેથી ઇતર સમાજ પણ જુએ કે, જૈનસમાજ ત્યાગમય છે. હું તો વસ્તુ બતાવું. નરક અને સ્વર્ગ બેય બતાવું, લાભ અને હાનિ બેય બતાવું, લેવાય તો લાભ લ્યો, નહિ તો એવું ભાગ્ય ! હું શું કરીશ! બાકી શ્રીસંઘે તો ધર્મીથી આત્માના રક્ષક, સહાયક અને અને આધારરૂપ બનવું જોઈએ. અસ્તુ.