________________
૪૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ન ઊતરે એવા વિરોધથી પણ બચવું જોઈએ ! કારણ કે, દુનિયા કોઈપણ પદાર્થની અભિલાષાઓની તૃપ્તિ માટે શ્રી જિનેશ્વરદેવોએ આ વસ્તુ કહી જ નથી; દુનિયાના જીવો જેને સારું માને તે સિદ્ધ કરવા માટે પણ પ્રભુએ કહેલી વસ્તુ બતાવી નથી; અને તમે માનો તો જ પ્રભુએ કહેલી વસ્તુ સાચી બાકી ખોટી એવું પણ નથી; દુનિયાના જીવો અનાદિકાળથી આ અસાર સંસારમાં રૂલે છે, તેઓને બચાવવા જ્ઞાનીએ જગત સમક્ષ આ સત્ય પ્રગટ કર્યું છે.
શ્રી જિનેશ્વરદેવોએ ‘સવિ જીવ કરું શાસનરસી' આ ભાવદયાના યોગે નિકાચિત કરેલ તીર્થંકર નામકર્મને સફળ કરવા માટે જ અને તે પણ રાગ, દ્વેષ અને મોહરૂપ દોષોનો સર્વથા ક્ષય થવાના પરિણામે થયેલ કેવળજ્ઞાન પછી જ ધર્મતીર્થની સ્થાપના કરી છે, માટે તે તારકોને અસત્ય કહેવાનું કશું જે કારણ નથી.’
414
કેવળ ભવ્ય જીવોના માટે જ જ્ઞાની સમજાવે છે કે, ‘દુનિયા તમે માનો છો તેવી નાનીસૂની નથી, દુનિયામાં તમારું સામ્રાજ્ય પણ નથી, ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંય ચાલ્યા જશો, એ તમારી દૃષ્ટિએ ભલે ન દેખાય પણ જ્ઞાનીને દેખાય છે; એ વખતે બુદ્ધિનો ઘમંડ જરા પણ કામ નહિ લાગે; ચાલાકીપૂર્વક સેવેલાં પાપનાં પરિણામ ભોગવ્યા વિના નહિ ચાલે, પરિણામે પરલોકમાં શાંતિ નહિ મળે, હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધીનાં અઢારે પાપસ્થાનક છે, એમાં રાચ્યા-માચ્યા કરો અને ઉપરથી સુખની આશા રાખો છો, પરંતુ તે કદી નહિ મેળવી શકો !' આ બધી વસ્તુ જ્ઞાનીએ કહી, તેમાં સંસારમાં પડેલાં પ્રાણીઓના ઉદ્ધાર સિવાય બીજી એક પણ ભાવના નથી.
એવા ઉપકાર માટે પણ શ્રી જિનેશ્વરદેવો તીર્થ ત્યારે જ સ્થાપે છે કે, જ્યારે રાગ, દ્વેષ અને મોહ સર્વથા ઊડી જાય. એક પણ દોષ છૂપો પણ પડ્યો હોય, ત્યાં સુધી પણ શ્રી જિનેશ્વરદેવ ધર્મતીર્થની સ્થાપના કરતા જ નથી ! અર્થાત્ જ્યાં સુધી કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી ધર્મતીર્થની સ્થાપના શ્રી જિનેશ્વરદેવો કરતા નથી, કારણ કે, જે ધર્મતીર્થ દ્વારા એકાંતે પ્રાણીગતનું હિત સાધવું છે, તે ધર્મતીર્થ સંપૂર્ણ નિર્દોષાવસ્થા આવ્યા વિના સ્થપાય જ નહિ.
રાગી માટે સ્વતંત્રપણે બોલતાં અસત્ય બોલાઈ જવાની શક્યતા રહે છે; એ જ રીતે દ્વેષને લઈને આવેશથી પણ અસત્ય બોલાઈ જાય; અને મોહ હોય ત્યાં અજ્ઞાન હોય, જેથી ઇચ્છા વિના પણ અસત્ય બોલાઈ જાય; કારણ કે, • અસત્ય બોલવાના હેતુઓ, આ ત્રણ છે. રાગ, દ્વેષ અને મોહ; એ ગયા એટલે અસત્ય બોલે નહિ એમ જ નહિ, પણ કોઈ બોલાવવા ધારે તો પણ એમના મોંમાંથી અસત્ય નીકળે જ નહિ; કારણ કે, કારણ વિના કાર્ય ન જ હોય.