________________
પ્રાચીન આર્યન પતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિકા. ૧૩ હીંદુથી અવિદિત નહિ હેય. એટલે કે તે વિષયે વિશેષ બલવાનું નથી. એ ત્રણે નગરમાં પ્રયાગજ વિશેષ પ્રસિદ્ધ છે. એકવાર તે પુરૂવંશીય નરપતિનું લીલાક્ષેત્ર હતું. સુવિખ્યાત દૂતપ્રવર મેગેસ્થનીસ, એકવાર તે નગરનું સાંદર્ય જોઈ વિમોહિતર થયે હતે.
અલેકઝાંડરાના સમસામયિક ઈતિહાસ લેખક બોલેલા છે કે જ્યારે ભુવનવીજ્યી અલેકઝાંડર અભિયાને ઘત હેઈ ભારતવર્ષમાં પેઠે ત્ય રે મથુરાની ચારેતરફને ભૂભાગ અને તે ભૂભાગના રહેવાશીઓ શેરની નામે પ્રસિદ્ધ હતા. ભગવાન શ્રીકૃષ્ણના પૂર્વે યદુકુળમાં શરસેન નામના બે રાજા પેદા થયા છે. એક શુરસેનને કંસને બાપ, શ્રીકૃષ્ણને માતામહ થાય, બીજો શૂરસેન, શ્રીકૃષ્ણથી પૂર્વે આઠમી પેઢીનો રાજા હતે. તે બે રાજામાંથી કોણે શુરપુરની સ્થાપના કરી તેને નિશ્ચય થાય તેવું નથી. ઉપર લખેલા ગ્રીક ઇતિહાસ લેખક લખી ગયા છે જે
જ્યારે તે દિગ્વિજયી મહાવીર મકદુનીયાને રાજા અલેકઝાંડર ભારતવર્ષમાં આવ્યું ત્યારે શાસેની પ્રદેશમાં મથુરા અને કલીશપુરા નામની બે નગરી હતી. કલીશપુરા એવું નામ શુરપુરના બદલે વપરાણું હશે કે કેમ તે ઠીક રીતે માલુમ પડતું નથી. દુઃખ અને શેકને વિષય છે કે ગ્રીક ઈતિહાસ લેખકોએ પિરાણિક નામને ભયાનક રીતે વિકૃત કરી દીધાં છે.
ચંદ્રવંશીય સુવિખ્યાત મહારાજ હસ્તીએ હસ્તિનાપુરની સ્થાપના કરી છે. જે હસ્તિનાપુર એકવાર પિરવ નૃપતિઓના ભાસ્કર તેજઃ પ્રભાવે, મધ્યાન્હ ભાસ્કરની જેમ દેખાતું હતું. જેની ચળકતી ગારવગરિમા, એકવાર ત્રિભુવનમાં વ્યાપી ગઈ હતી. આજે તે હસ્તિનાપુર ભારતવર્ષના માનચિત્રમાં લુપ્તપ્રાય છે. આજે તે, દુર્જયકાળના કઠેર હસ્તના ભયાનક પ્રહારથી ચણે વિચૂર્ણિત અને વિધ્વસ્ત થઈ ગયું છે. તે પ્રચંડ પ્રહારના વંસરાશિમાં પરિણામ પામ્યું છે તે પણ હસ્તિનાપુર તેના પ્રાચીન ગરવનાં સ્મૃતિ ચિહે પિતાના ખંડેરમાંથી આપે છે. દુર્ભાગ્યવશે, ભાગીરથીના નીવ્રત રંગના પ્રભાવે, હસ્તિનાપુર કેટલેક ભાગ નદીના ગર્ભમાં ગયે છે. શિવસેના ગગનભેદી પર્વત પ્રાકારને ભેદી, ગંગાનદી. જે સ્થળે પુણ્ય ભારતક્ષેત્રમાં પેઠી છે તે પવિત્ર સ્થળ હરિદ્વારથી વિશષ દક્ષિણે હાલ પણ, હસ્તિનાપુરનાં વંસાવશિષ્ટ ચિન્હ જોવામાં આવે છે. પણ તીવ્રતગિણી ગંગાના કરાળ ગ્રાસમાંથી તે રહેલાં ચિન્હ રક્ષા પામશે તેની આશા રાખવામાં આવતી નથી.
૧ સેનાધિપતિ ૨ આશ્ચર્ય ચકિત ૩ ફેરફાર ૪ સૂર્ય ૫ ગેરવતા ૬ પથ્થર ૭ નાશ થતાં બાકિ રહેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com