________________
૩૬ ]
શ્રી સિદ્ધપદ
. તેવી જ રીતે તમારો એક હાથ ખૂબ ગરમ પાણીમાં નાંખે અને એક હાથ ઠંડા પાણીમાં રાખે હવે તમારા બંને હાથ એક જે સાથે એક જ નવશેકા પાણીમાં સામે નાંખો તે તમારા ઠંડાપાણીવાળા હાથને તે નવસેકું પાણી ગરમ લાગશે જ્યારે ગરમપાણીવાળા હાથને તે જ નવસેકું પાણી ઠંડુ લાગશે. ખરેખર તે નવસેકું પાણી તે એક સરખું જ છે છતાં ય આમ કેમ?
હાથમાં એક સળગતું લાકડું લઈને તેને દેરાથી બાંધી ગોળ-ગોળ ફેરવશે તે તમને અગ્નિનું ચક્ર દેખાશે ખરેખર શું ત્યાં અગ્નિનું ચક્ર છે? છતાં ય તમારી ઇન્દ્રિયને દેખાય તેનું શું? - વળી જ્યારે ગાડીમાં બેસીને મુસાફરી કરે છે. ત્યારે બધાં ઝાડ-પાન વગેરે ચાલતા દેખાય છે. અને તમે સ્થિર હેય તેવું લાગે છે. શું ઝાડપાન ચાલે છે? નહીં જ છતાં ય આમ કેમ દેખાય છે?
રણમાં દૂરથી પાણીનાં ઝરણા હોય એવું દેખાય છે પણ ખરેખર તે પાણી છે કે રેતીને કિરણના કારણે “મૃગ-મરીચિકા દેખાય છે?
આમ પ્રત્યક્ષથી જેટલું અને જેવું દેખાય તેવું માનવું એ પણ એટલું જ ખોટું છે કે, જેટલું ખોટુ જે ન દેખાય તે ન માનવું તે છે?
જ્યારે નાસ્તિક એવું કહે કે, હું કંઈ જેવું ખુ છું તેવું નથી માનતે આ તે બધે ભ્રમ છે !
ત્યારે બીજા દશનકારે નાસ્તિકનું ગળું પકડે છે. તેને કહે છે તેને તે “ભ્રમ' એ શબ્દ બોલવાને અધિકાર જ નથી.