________________
રિ૦૮ ] .
[ શ્રી સિધપદ પિતે જ જે તત્વાર્થસૂત્રને માને છે, તેને અનુકૂલ છે કે નહીં. આટલે વિચાર કરે તે આજે જે મતભેદ અને પંથભેદ જોવા મળે છે, તે જોવા ન મળે. પણ દુરાગ્રહી - આત્માઓ પિતાની માન્યતા મજબૂત કરવા માટે પિતાનું મનગમતું માને છે અને બીજુ છોડી દે છે.
આ સૂત્ર પર દિગંબરના આચાર્યોએ પણ મેટી મોટી 'ટીકાઓ લખી છે. અને વેતામ્બર આચાર્યોએ પણ ટીકાઓ રચી છે. પણ કમનશીબીની વાત એ છે જે ટીકા ખુદ તત્ત્વાકારે પોતે બનાવી છે તેને દિગંબર મતાનુયાયી માનતા નથી.
કારણકે જે તે ભાષ્યને માને તે તેમની માન્યતા ટકી રહે તેમ નથી, અને તત્વાર્થ માન્યા વિના ચાલે તેમ નથી. માટે ભાગને ઉડાડ્યું. પણ ભાષ્ય ન માને તો ય કોઈ બુદ્ધિવાળો એમ કહી શકે તેમ નથી કે દિગંબરની જે માન્યતા છે તે સૂત્રથી સિદ્ધ થાય છે. પણ તેને વિચાર અહીં કરવા બેસીએ તે મૂલ વિષય ચાલ્યો જાય,
આ તે તત્વાર્થભાષ્યનું નામ આવ્યું એટલે પ્રસંગથી આટલી વાત કરી.
આપણે તો તેમને તેમના ભાષ્યમાં સુખ માટે શું કહ્યું છે? તે જેવું છે. તેના પ્રત્યેક શ્લેકોના અર્થને વિસ્તારથી વિચાર કરીને તમને સમજાવું છે કે સંસારનું સુખ તમને અનુભવમાં આવ્યું હોય છતાં ય તે ઔપચારિક કેવી રીતે છે? એને મોક્ષનું સુખ વાસ્તવિક કેવી રીતે છે? તે ઉમાસ્વાતિ મ. જણાવે છે.