________________
વિવેચન ]
[૩૫૯ હતી. માટે આ દુનિયામાં દુનિયાને માટે તદ્દન નવું કરીને દેખાડવાની કેઈની તાકાત નથી. જે નવું જ કરવું હોય તે બસ આપણે આપણું આત્માને માટે કરવાનું છે. આ આત્માએ કયારેય સિદ્ધિગતિમાં પોતાનું દેહરહિત થઈને સ્થાન મેળવ્યું નથી. આ જ આપણું માટે અપૂર્વ તદ્દન નવી ચીજ છે. તે જ મેળવવાની બાકી છે. દેવલોકના સુખ અને નરકના દુઃખ કશું ય તેણે જોયું નથી–ભેગવ્યું નથી તેવું નથી. વળી તિર્યંચ થઈને પરાધીન બનીને દીન (ગરીબ) મુખે અને માનવ બનીને પણ અનંતી વાર ખિન્ન મુખે સંસારમાં ભટકયા કર્યો છે, માટે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને કોઈ દિવસ જે સ્થાન આ આત્માને પ્રાપ્ત થયું નથી તેવું સ્થાન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરવાને છે. “નમે સિદ્ધાણું પદના બીજા અર્થને ઉપસંહાર
હજી આપણે તે ભગવતીસૂત્રના મંગલાચરણને પણ પૂરું કર્યું નથી. ગણધર ભગવંતે પરમેષ્ઠિમંત્ર દ્વારા મંગલાચરણ કર્યું છે. તેમાંથી એક પદની વિવેચના જ માત્ર પૂરી થઈ છે. અને હમણું બીજા પદ “નમે સિધ્ધાણું”ની વિવેચના ચાલી રહી છે. તેમાં પણ “નમે સિધાણું” પદના એક અર્થની વિચારણું થઈ ગઈ અને આ બીજા અર્થની વિચારણા થઈ રહી છે. તે વિચારણાને આપણે મુખ્ય વિષય એ હતું કે “કદીય પાછા ન ફરવું પડે તેવા ધામમાં ગયેલા આત્મા.”
તો કેવા સ્થાનમાં જઈએ તો પાછું આવવું ન પડે ? ત્યાં વિચાર કર્યો કે જે આપણું પોતાનું ધામ હોય અને સદાય સુખ આપનારું હોય તેવા સ્થાનમાં જઈએ તે પાછા