________________
૪૮૮ ]
[ શ્રી સિદ્ધપદ છે. ત્યારબાદ “સિધ્ધાઃ નિત્યાઃ” “અપર્યવસાનસ્થિતિકત્તાત’ આ વિવરણમાં અપાયેલ પાંચમો અર્થ કલેકમાં સિદ્ધના વિશેષણરૂપ નહીં પણ વિશેષ્યરૂપ શબ્દથી જ સમજવાને રહે છે. જ્યારે આ સિવાયના બાકીના અર્થો આપણને બ્લેકમાં સિદ્ધ શબ્દના વિશેષણરૂપે પ્રાપ્ત થયા હતા.
આગળ લેકમાં છેલ્લું પદ કૃતમંગલ છે તે સિદ્ધના વિશેષણ તરીકે જ છે અને તેને વિવરણમાં તેમાં જ લેકમાં કરાયેલ ક્રમાંક ચારના અર્થ “અનુશાસ્તા”નો જ એક ખંડ ગણવાનો છે. આમ સાક્ષીરૂપે અપાયેલ પ્રાચીન પુરૂષના લેક પ્રમાણે જ પિતે વિવરણ કરીને પિતાની પ્રમાણિકતા ઉદ્દઘેષિત કરી છે. પણ સાથે જ પિતાની આગવી પ્રતિભાથી અર્થના કમોનું સંજન પતે પિતાની રીતે કરીને જે અર્થની સિદ્ધિ માટે આગમથી અવિરૂદ્ધ એવી યુકિતઓ અપાતી હોય તેવી યુક્તિઓ આપી છે. આ યુક્તિઓનું ગાંભીર્ય કેવું છે કે હજી આપણે માત્ર “નમો સિદ્ધાણં' એ પદની વિચારણામાં જ છીએ.
આટલા વિશાળ વિવેચન માટે નિમિત્ત બનેલ પૂ. ટીકાકાર મહર્ષિના શબ્દો અમારે મન તે સાચા મોતી જેવા છે. તમે એગ્ય હશે તે તમને અમારા દ્વારા કરાયેલ વિવેચન મોતીની મનેહરમાલા લાગશે અને તેનાથી તમારે કંઠ શોભી ઊઠશે. જીવન માલા-માલ થઈ જશે.
હવે માત્ર આપણે સિદ્ધોને નમસ્કાર શા માટે કરે જોઈએ તે અંગે ટીકાકાર મહર્ષિએ આપેલ ખુલાસાને વિગતવાર વિચાર કરવાનો છે, અને તે વિચાર પરિપૂર્ણ થતાં નમો સિદ્ધાણં' પદની વિવેચના પૂર્ણ થશે.